________________
-
-
૧૩૪.
ભાવના-ચાતક
મને પ્રેમ પણ કુદરતી જ છે, પણ ખરી રીતે જોતાં કુદરતી પ્રેમ અને કુદરતી સંબંધના પડદાની પાછળ ગુપ્ત રીતે સંતાઈ રહેલો સ્વાર્થ છે. માબાપ એમ સમજે છે કે આ પુત્ર માટે થશે ત્યારે અમારું પાલન કરશે, અમને કમાઈને ખવરાવશે, અમારી પાછળ ખરચ ખુંટણ કરશે, અમારું નામ કાયમ કરશે, આવી આવી અનેક જાતની આશાઓ સફળ કરવાના સાધન તરીકે પુત્ર છે, એમ માની લીધું છે, અને આ માન્યતા છે ત્યાં સુધી જ તે સંબંધમાં મીઠાશ રહે છે, પણ જ્યારથી તેઓને એમ સમજવામાં આવી જાય કે “ આ પુત્ર કપુત થશે, અમારું પાલન નહિ કરશે, અવળા લક્ષણોવાળા હોવાથી અમારું નામ બદનામ કરશે ” ત્યારથી માબાપનો પુત્ર પ્રત્યેનો પ્રેમ શું કાયમ રહેશે ? કુદરતી સંબંધમાં મીઠાશ રહેશે ? નહિ જ. એક ક્ષણ પણ નહિ રહે. સ્વાર્થની માન્યતા ત્રટી કે ખેલ ખલાસ થયો. કુદરતી પ્રેમનો પડદો તે જ ક્ષણે ઉડી જશે. તેવી જ રીતે પુત્રને પણ અમુક સ્વાર્થ રહેશે ત્યાંસુધી રમણીય પ્રેમ દેખાશે. બસ આ જ રીતિ સઘળાં સંબંધીએને એકસરખી રીતે લાગુ પડી શકશે, કેમકે પુત્ર અને માબાપના સંબંધ કરતાં બીજે કઈ અધિક સંબંધ નથી, તે પણ કેટલીક રીતે સ્વાર્થિક સંબંધ તરીકે સિદ્ધ થાય છે, ત્યારે તેના કરતાં ઉતરતાં બીજા સંબંધીઓના પ્રેમની તો શી વાત કરવી ? વ્યવહારમાં બનતા સ્વાથી પ્રેમના અનેક દાખલાઓ જેવા સાંભળવામાં આવે છે, અને તે દરેકને લગભગ જાણવામાં હશે તેથી અત્રે દાખલા ટાંકવાની જરૂર જણાતી નથી. માત્ર એક દાખલો અત્રે બસ થશે.
. દષ્ટાંત– કુંદનપુર શહેરમાં એક લક્ષાધિપતિ શાહુકારને એક પુત્ર અને એક પુત્રી એમ બે ફરજંદ હતાં. પુત્રનું નામ ફકીરચંદ અને પુત્રીનું નામ ચંદા હતું. શેઠની સારી જાહેરજલાલી હોવાથી