________________
+
૧૩૬.
ભાવના-રાક મળ જઉં. વખતે ત્યાં પણ આશરે મળી જાય. એમ ધારીને બહેનના ગામનો રસ્તે લીધે. રસ્તામાં આવી ગરીબ સ્થિતિમાં ફાટયે તૂટયે લુગડે પૈસાવાળી બહેનને ઘેર જવું તેને શરમભરેલું લાગ્યું. આવી સ્થિતિમાં મને આદર મળશે કે કેમ તે વિષે તક વિતર્ક થવા લાગ્યા. ત્યારે શું ન જવું ? અહિંથી રસ્તો બદલાવો ? ના ના, તેમ તો ન કરવું. અહિસુધી આવીને બહેનને મળ્યા વગર એમ ને એમ તો ન જવું. કંઈ નહિ. જેવી સ્થિતિ તે પ્રમાણે વર્તવું. એમાં શરમ શાની? એમ અનેક સંકલ્પ વિકલ્પ કરી બહેનને ઘેર ભાઈ પહોંચે. આ વખતે ફકીરચંદને શરીર ઉપર એક છણું ધોતીયું, ત્રણ ચાર ઠેકાણે થિગડાવાળું અંગરખું અને માથે એક ચિંથરા જેવી પાઘડી બાંધેલી હતી. પગમાં પગરખાં હતાં નહિ, તેથી પગ ગુંદણુ સુધી ધૂળ-રજથી ખરડાયેલા હતા. ખભે એક કોથળો હતો, તેમાં થોડે ઘણે સામાન હતો. લક્ષ્મી ગઈ તેની સાથે તેજ જતું રહ્યું હતું. વળી રસ્તાની મુસાફરીમાં મોટું પણ રજથી ખરડાયેલું હતું, તેથી તેનો દેખાવ બહુ ગરીબાઈ ભરેલો લાગતો હતો. ફકીરચંદની બહેન ચંદાને આ દેખાવ બહુ શરમાવનારો લાગ્યો. ઘણે વરસે ભાઈના મેળાપથી ઘણી ખુશાલી થવી જોઈએ, તેને બદલે બહેનના મનમાં તિરસ્કાર છૂટવા લાગ્યો. અરે પિટયો ભૂખબારસ જેવો ભિખારી થઈને આંહિ કયાં આવ્યો ?મહારી બહેનપણીઓ આને મહારા ભાઈ તરીકે ઓળખશે તો મારી કેટલી હલકાઈ થશે અને મને કેટલું શરમાવા જેવું થશે? આ ભિખારી
હિથી તરત રવાના થઈ જાય તે ઠીક. જે એને ખાવા પીવાનું સારું સારું મળશે અને આદર સત્કાર મળશે, તો તે અહિંજ પડે રહેશે, મહારું ઘર છોડશે નહિ, માટે એનું અપમાન કરવું કે જેથી જલદી પલાયન કરી જાય. આવા ઉગારે બહેનના મોઢામાંથી નીકળ્યા. ફકીચંદ ઘરમાં આવ્યો તે ખરે, પણ કેઈએ તેને “આવે બેસ' એટલું પણ કહ્યું નહિ. સગી બહેન તરફથી સત્કાર ન થયે