________________
૧૧૪.
ભાવના-ચાતક પણ માર્ગે ચડી સીધી રીતે ચાલવાથી જ અંત આવી શકે કાંઈક
ગ્યતાનાં પગથીયાં ઉપર આવેલા મનુષ્યોએ હવે તે માર્ગ શોધવા જોઈએ કે જેથી લાંબા વખતની મુસાફરીને અંતે તેટલા જ લાંબા વખતને પૂર્ણ વિશ્રામ મળી શકે. (૨૨)
હંસારસુલપરિવર્તનમ ! गृहे यस्मिन् गानं पणवलयतानं प्रतिदिनं । कदाचित्तत्र स्याधुवसुतमृतौ रोदनमहो ॥ क्षणं दिव्यं भोज्यं मिलति च पुनस्तुच्छमपि नो। न दृष्टं संसारे कचिदपि मुखं दुःखरहितम् ॥ २३ ॥
સંસારનું પરિવર્તન. અર્થ-જે ઘરમાં એક દિવસ ગવૈયાનું ગાન થાય છે, સારંગી સતાર મૃદંગ વાગી રહ્યાં છે અને રાતદિવસ છવ મછવ વર્તાઈ રહે છે, તે જ ઘરે બીજે દિવસે જુવાન દીકરાનું મૃત્યુ થતાં છાતીફાટ રૂદન થઈ રહે છે. જે ઘરમાં એક વખત દુધપાક સીરાપુરીનાં ઉમદા ભોજન જમાય છે તે ઘરમાં બીજી વખતે જાર અને મક્કાઈના જેટલા કે ઘેંસ પણ મળતી નથી. એક ક્ષણમાં શાહુકાર બનેલો માણસ બીજી ક્ષણે રાંક બની જાય છે. માટે સાંસારિક સંપત્તિ કદાચ મળી હોય તો પણ શું તેનાથી સુખ અને તે પણ ચિરસ્થાયી સુખ મળી શકે છે? નહિ જ. આ સંસારમાં ક્યાંય પણ દુઃખરહિત સુખ જોવામાં આવતું નથી. કોઈને કંઈ દુઃખ અને કઈને કઈ દુઃખ એમ જ્યાં ત્યાં દુઃખ દુઃખ અને દુઃખ જ જોવામાં આવે છે. (૨૩).
વિવેચન-સંસારના પરિભ્રમણ દરમ્યાન દરેક જીવે ઘણે ભાગે દુખને જ અનુભવ કર્યો છે. તેથી દરેકને દુખ ઉપર તિરસ્કાર છૂટે અને સુખની આકાંક્ષા થાય એ સ્વાભાવિક છે, એક કીટથી માંડી કુંજર પર્યત કે ચાંડાલથી માંડી રાજા પર્યત દરેક