________________
૧૧૩
રસાર ભાવના. દંડક પ્રાપ્ત ન થયા ? ના, પ્રાપ્ત તો થયે પણ તે વખતે આંખે પાટા બાંધી દીધા. અગર બીજા કાર્યમાં રોકાઈ જઈ રસ્તે પડતો મૂકો.
દષ્ટાંત–જેમ એક અંધ મનુષ્ય કેઈ શહેરમાં નીકળી ગયો. આખે દિવસ રખડ્યો પણ તેને ક્યાંય રહેવાનું સ્થાન મળ્યું નહિ તેથી તેને તે શહેર છોડી બીજે જવું હતું. પણ આંખે દેખતે નહોતો એટલે નીકળવાને દરવાજે શોધવાની તેને હેટી મુશ્કેલી હતી. માણસને તે પૂછતો હતો, પણ કોઈ તેને દાદ આપતું નહિ. છેવટે કઈ એક માણસે તેને રસ્તો બતાવ્યો કે આમ ચાલ્યો જા, ચાલતાં ચાલતાં એક ગઢ-કોટ આવશે તેની ભીંતને પકડી જોડાજોડ ચાલ્યો જજે એટલે દરવાજે આવી જશે. અંધ મનુષ્ય ભટકતો ભટકતે ગઢની રાંગે પહોંચ્યો. પછી ભીંતને પકડી પકડી ચાલવા માંડ્યો પણ જ્યારે બહાર નીકળવાનો દરવાજો આવ્યો ત્યારે તેનો હાથ માથું ખંજવાળવામાં રોકાયો, એટલામાં દરવાજે નીકળી ગયો. તે શહેરને દરવાજે માત્ર એક જ હતો તેથી ચક્ર ને ચક્ર તે ફરવા લાગ્યો. કેટલેક વખતે બીજી વાર તે દરવાજે આવ્યો ત્યારે નજીકમાં એક હવેલીમાં નાચ થતો હતો, વાદ્ય વાગતાં હતાં અને મધુર સ્વરથી કોઈ ગણિકાનું ગાન ચાલતું હતું, તે સાંભળવામાં પેલા આંધળાની ચિત્તવૃત્તિ રોકાઈ, તેથી ફરી દરવાજે હાથમાંથી ગયે. એમ કઈ વખતે કોઈનો કજીયો સાંભળવામાં, કોઈ વખતે કોઈની સાથે ગપાટા મારવામાં તેના હાથમાંથી દરવાજે નીકળી જતો અને તેથી તે ચક્રગતિએ ફર્યા કરતો હતો પણ બહાર નીકળી શક્યો નહિ. તેવી જ દશા આ જીવની પણ થઈ પરિભ્રમણ કરતાં સંસારમાંથી છૂટવાને જ્યારે મનુષ્યભવરૂપ દરવાજે નજીકમાં આવ્યો ત્યારે ખાનપાન, ગાનતાન, નાચ કુદ, અને ગામ ગપાટામાં વખત પસાર કરી માર્ગે ચડવાનો પ્રયત્ન કર્યો નહિ તેથી પુનઃ પરિવર્તનમાં પડવાનું થયું અને તેથી સંસારની મુસાફરી ઘણું લાંબી થઈ પડી છે. કેવળ ચાલવાથી જ આ મુસાફરીને અંત આવી શકતો નથી,