________________
-
સંસાર ભાવના.
એક વખત દરિદ્રો માણસની સરખામણ શબ–મડદા સાથે કરવામાં આવી ત્યારે દરિદ્રોએ કહ્યું કે “ભાઈ! મડદા-મૃતક દેહ કરતાં પણ મારી અધમ સ્થિતિ છે કારણકે મડદાને ઉચકનાર ચાર પાંચ જણ મળી જાય છે અને તેને મસાણ ભેગું કરે છે પણ મારે હાથ પકડવાને એક પણ માણસ ઉભે રહેતો નથી.” એક દરિદ્રીએ વ્યાજસ્તુતિથી દરિદ્રતાનું ખરું સ્વરૂપ બતાવ્યું છે. તે કહે છે કે –
भो दारिद्रय ! नमस्तुभ्यं । सिद्धोहं तव दर्शनात् ॥ अहं सर्वास्तु पश्यामि । मां कोपि न पश्यति ॥ १ ॥
અર્થાત–દરિદ્રી માણસ કહે છે કે હે દારિદ્રય! તને હું નમસ્કાર કરૂં છું, કારણકે જ્યારથી મને તારાં દર્શન થયાં છે, ત્યારથી મારી દશા એક સિદ્ધ પુરૂષની દશા જેવી થઈ ગઈ છે. સિદ્ધ પુરૂષ અંજનગુટિકાના યોગથી જ્યારે ગામમાં આવે છે ત્યારે તે બધાને જોઈ શકે છે, પણ તેને કોઈ જોઈ શકતું નથી. તેવી જ રીતે હું પણ જ્યારે મારા ઓળખીતા માણસોના ટોળામાંથી પસાર થઉં, ત્યારે બધાને ઓળખી શકું કે આ માણસ મારે કાકો છે, આ ભારે ભાઈ છે, આ માટે માસે છે, આ મારો કુએ છે, વગેરે, પણ તેમને કોઈ પણ માણસ તે વખતે મને ઓળખી શકતો નથી. મારી સામે કોઈ પણ નજર કરતો નથી, તેથી હું તો એક સિદ્ધ પુરૂષ જેવો બની જઉં છું. હે દારિદ્રય ! આ તારો જ પ્રભાવ છે. અર્થાત-દરિદ્રી માણસને કોઈ સગે થતો નથી. તેને ક્યાંય પણ સત્કાર મળતો નથી. તેનામાં વિદ્વત્તા હોય, કળા હોય, ગુણે હેય પણ દરિદ્રતામાં તે બધાં દબાઈ જાય છે. તેથી દરિદ્ર અવસ્થા પણ મહાદુઃખદાયક છે. કદાચ કેઈને દરિદ્રતાનું દુઃખ હોતું નથી તે રાજ્ય તરફની કાંઈ વિપત્તિ આવી પડતી દેખાય છે, કાંતિ કઈ દુશ્મન ઉભો થાય છે અને તેના તરફથી સંકટ આવી પડે છે. આવી રીતે એક ને એક દુઃખ કયાંથીએ આવી પડે છે. દલપતરામે ખરૂં જ કહ્યું છે કે