________________
--
૧૧૯
સંસાર ભાવના, બધી જાતના સુખને જ ઉપલેગ મળતો હોય અને દુઃખને લેશ પણ હેય નહિ, કિન્તુ જ્યાં જુઓ ત્યાં દુઃખ દુઃખને દુઃખ જ છે. (૨૪)
વિવેચન-દરેક પ્રાણું સુખને ઈચ્છે છે, દુઃખને કઈ ઈચ્છતું નથી. પણ કુદરતની કૃતિ વિલક્ષણ છે. માણસની ઈચછા એક હેય છે અને થાય છે બીજું. ખરી રીતે સુખદુઃખનો આધાર કર્મની શુભ અશુભ પ્રકૃતિઓ ઉપર રહે છે. શુભ અશુભ પ્રકૃતિઓ એવી રીતે સાથે સાથે ગોઠવાયેલી છે કે વખતે બંનેનો સાથે સાથે ઉદય થાય છે અને વખતે એક પછી બીજી ઉદયમાં આવે છે. શુભ પ્રકૃતિના ઉદયથી એક જાતનું સુખ મળ્યું, તે કંઈક ભોગવ્યું કે ન ભોગવ્યું તેટલામાં તો અશુભનો ઉદય થયો અને દુઃખાંકુર પ્રગટવો. પૂર્વના ભવમાં કોઈને શરીરમાં દુઃખ આપવાથી અસાતા વેદનીય કર્મ બંધાયું હતું, તેનો ઉદય થતાં શરીરમાં રોગ પ્રકટે છે. શરીરને કોઈ પણ રોમ રોગની સત્તા વિનાનો તો નથી જ. એકેક રેમરાયે પિણાબે રોગ હોવાનું શાસ્ત્રકાર કહે છે. તેને થોડુંક નિમિત્ત મળતાં બહાર દેખાવ દે છે. એક અથવા એકથી વધારે રોગોનું શરીર ઉપર દબાણ થતાં શરીરમાં પીડા ઉત્પન્ન થાય છે. શરીરનાં અવયવો અથવા આખું શરીર ખેંચાવા માંડે છે, કળતર થાય છે, હાડ તૂટે છે, તાવ આવે છે, શૂળ થાય છે, છાતી ફાટે છે, બેચેની વધે છે, અને જીંદગી ઉપર પણ કંટાળો આવે છે. રોગનું મૂળ ઉંડાણમાં હેય છે તો જીંદગીના છેડા પર્યન્ત રક્તપિત્ત, કોઢ, દમ વગેરે કેટલીક જાતના રોગોને સ્થાયિભાવ થાય છે અને તેથી તેનું જીવન ઝેર સમાન થઈ પડે છે. સંપત્તિ વૈભવ સામ્રાજ્ય કે સત્તા ગમે તેટલાં હેય પણ એક શરીરનું સુખ ન હોય તે તે બધાં નિરર્થક છે. “પહેલું સુખ તે જાતે નર્યા ” એ કહેવત પણ ઉપરના અર્થને ટેકો આપે છે. કદાચ પુણ્યાગે શરીરનું સુખ મળ્યું તો સંતતિનું દુખ હોય એટલે પુત્ર કે પુત્રી કંઈ થાય જ નહિ. કદાચ થાય તો મૂરખ, જુગારી, સ્વછંદી, અવિનીત દુખદાયક થાય. માબાપની