________________
સંસાર ભાવના
૧૧૭
તેમાં સુખ અને દુઃખનું સામાનાધિકરણ્ય (એક અધિકરણ) દર્શાવવામાં આવ્યું છે. જે ઠેકાણે એક દિવસે ચોરી બંધાયેલી હતી, મંગળ ગીત ગવાતાં હતાં, જુદાં જુદાં વાઈને નિર્દોષ થઈ રહ્યો હતો, ઉત્સવનો ઠાઠ જેવાને નર નારીનાં છંદની અવર જવર થઈ રહી હતી, સૌ કોઈના મુખ ઉપર પ્રસન્નતા છવાઈ રહી હતી, તે જ ઠેકાણે બીજે દિવસે જેના નામનાં ગીત ગવાતાં હતાં તેના જ નામની પિક નાંખીને રૂદન થતું સંભળાય છે ! ચેરીને ઠેકાણે તેની જ ઠાઠડી બંધાય છે. ગીત ગાનારી સ્ત્રીઓ છાપ લેતી છાતી ફાટ રૂદન કરે છે અને ઉત્સવમાં ભાગ લેનારા ડાઘુના ટોળા રૂપે વરરાજાને સ્મશાનભૂમિમાં ચિતાને સમર્પણ કરે છે. પરણનારનો ક્યાં રહ્યો પરણવાનો કેડ અને પરણાવનારનો કયાં ગયા ઉત્સવને આનંદ ?! મોતના હુમલામાં ઉત્સવ, આનંદ, ઉત્સાહ અને કોડ એ બધા ઉડી જાય છે-બળીને ભસ્મીભૂત થઈ જાય છે. આવા ક્ષણિક સુખને સુખરૂપ કેમ કહી શકાય?
કાવ્યના ઉત્તરાર્ધમાં બીજો પ્રસંગ કહેવાતા વૈભવિક સુખને દર્શાવ્યો છે. અહીં વૈભવ મેળવવામાં, સાચવવામાં અને બીજાઓના વૈભવની સરખામણી કરતાં પિતાની મનાએલી ન્યૂનતામાં જે દુ:ખ રહ્યું છે, તેને એક બાજુએ મૂકી માત્ર લોકોએ માની લીધેલાં સુખને જ વિચાર કરવામાં આવ્યો છે. તેવા સુખને પણ સુખનું રૂપ આપી શકાય કે કેમ તેના ઉપર લક્ષ્ય રાખવામાં આવ્યું છે, અર્થાત્ વૈભવિક સુખ પણ એક વાર માણસને ભેગાસક્ત બનાવી શરીરને રોગગ્રસ્ત બનાવે છે. “મોને રામચં' ભોગની સાથે રોગને નિકટ સંબંધ છે તેથી એક તરફ રોગ અને બીજી તરફ દરેક કામ બીજાની પાસે કરાવવાની સગવડ મળતાં જાત મહેનતનો અભાવ થાય છે. આલસ્ય અને સુસ્તીને નિવાસ થાય છે. એટલું કરીને પણ વૈભવિક સુખ કાયમ રહેતું હોય તે તો ઠીક, પણ તેમ તો છે નહિ. એક ક્ષણની પણ તેની સ્થિરતા વિશ્વસનીય નથી. અસ્થિર હોવાથી જ્યારે તે