________________
સંસાર ભાવના
૧૧૫ પ્રાણી સુખને ચાહે છે. પણ સુખ એ શું ચીજ છે અને તે સંસારના કયા સ્થાનમાં છે? આ પ્રશ્ન બહુ અગત્યનું છે. એક કવિએ પિતાના અંતરાત્માને નીચેના શબ્દોમાં આ પ્રશ્ન પૂછળ્યો છે –
કયાં છે મઝા કયાં છે મઝા? કહે તું મુસાફર ખકના, દુનીયા મહીં કયાં છે મઝા, માની લઉં શેમાં મઝા : ૧ છે કયાંહી ખાણું ખુશાલીની, આ ખકને કાઈ ખૂણે? બતાવી દે જે હોય તે, ખાદી લઉં ત્યાંથી મઝા. ૨
આ કાવ્યમાં સુખના સ્થાનને પ્રશ્ન કર્યો છે. પણ સુખ એ શું વસ્તુ છે તે સમજાય તો સ્થાનને નિવેડે જલદી થઈ જાય માટે સુખના સ્વરૂપને વિચાર પ્રથમ થવો જોઈએ. દિવ્યદૃષ્ટિ અથવા પરમાર્થદષ્ટિએ જેનારા મહાત્માઓ સાંસારિક સુખને મૃગજળની ઉપમા આપે છે. મરૂ દેશની રેતાળ ભૂમિમાં રેતીના મેદાનમાં તૃષાતુર હરણને પાણી જેવામાં આવે છે, અર્થાત રેતી ઉપર સૂર્યનાં કિરણે પડતાં દૂરથી જોનારને પાણીના સરોવર જેવું લાગે છે તે જોઈને હરણીયાં દોડીને ત્યાં જાય છે તો ત્યાં રેતી સિવાય બીજું કશું મળતું નથી. નિરાશ થઈ બીજી દિશા તરફ જુએ છે ત્યાં વળી દૂર એક બીજું સરોવર દેખાય છે. ત્યાં જાય છે તે ત્યાં પણ રેતી ને રેતી. આમ ચારે દિશામાં ભટકે છે. પ્રથમ થોડી આશા બંધાય છે ત્યારે જરી આશ્વાસન મળે છે, પણ પાસે જાય છે એટલે આશા નિરાશામાં બદલાઈ જાય છે, કારણ કે મૃગજળ એ કંઈ વસ્તુ નથી–માત્ર ભ્રમણ જ છે. તેવી જ રીતે અસ્થિર અને વિનશ્વર પદાર્થમાં સુખ માનનારાઓને પ્રાથમિક દૃષ્ટિએ તે વસ્તુ કંઈક ચળકતી અને મોહ ઉપજાવતી જણાય છે, પણ થોડા વખત પછી તે ઉપર ચળકાટ ઉડી જાય છે, અગર પોતે જ નાશ પામે છે એટલે સુખ સંશોધકોની આશા નિરાશામાં બદલાઈ જાય છે અને માનેલું સુખ દુઃખરૂપ બની જાય છે. દાખલા તરીકે એક માણસને સંતતિ ન હોય ત્યારે તે મેળવવા સારૂ આમ