________________
=
=
સંસાર ભાવના પાસીફિક મહાસાગર કે સ્વયંભૂરમણ જેવા મહેટા સમુદ્રને પાર પણ નાવા આદિનાં સાધનોથી પામી શકાય છે. પૃથ્વી કે જેનો પાર માણસ પામી શકે નહિ, તે પૃથ્વીનો પાર પણ દેવતાઓ દિવ્યગતિએ ચાલતાં કદાચ પામી શકે પણ આ સંસારરૂપી અટવી કે સંસારરૂપી સમુદ્ર એટલો તો વિસ્તૃત છે કે અનંત કાળથી તેને પાર લેવાને અનેક પ્રયત્નો કર્યા છતાં હજુ સુધી તેને પાર આવી શક્યો નહિ. (૨૨).
વિવેચન–ચાલતા કે મુસાફરી કરતો માણસ પંથ કાપીને સાબે વખતે પણ અમુક સ્થાને પહોંચી ન શકે તેનું બેમાંથી એક કારણ હેવું જોઈએ. કાંતે રસ્તો લાબે હેવો જોઈએ. તેમાં પહેલું કારણ તદ્દન ફળશન્ય નથી. દાખલા તરીકે પગની મુસાફરીએ કલકત્તે જવાને મુંબઈથી નીકળેલો માણસ સીધે રસ્તો લઈને ચાલ્યો જાય તે રેલગાડી પહોંચે તેટલા ટુંકા સમયમાં ન પહોંચે તે પણ લાંબે વખતે કલકત્તે પહોંચી શકે. માર્ગ મળ્યો હોય તે પછી વખત અને હમેશ ચાલવાનું બળ એ બે ચીજની જ જરૂર પડે છે. તે હોય તો પહોંચી શકાય પણ જોઈએ તેવી ગતિ ન હોવાને છે. બીજો પ્રકાર કહેવામાં આવ્યો તે પ્રકારે તે કદી પણ પહોંચી શકાય નહિ. ઘાણીના બળદીયાની માફક ગોળ ચક્રગતિ કે ઉલટી ગતિએ ચાલવા માંડયું હોય તો ટુંકે રસ્તો પણ લાંબે કાળે કાપી શકાય નહિ. ઘાણીને બળદ સવારથી સાંજ સુધી ચાલ્યા જ કરે છે. તે કદાચ એમ જાણતો હશે કે હું ઘણો પંથ કાપી ગયો હોઈશ પણ સાંજ પડતાં જ્યારે આંખના પાટા છૂટે છે ત્યારે તેને તે જમીન અને તેને તે ઘાણું જુએ છે. આવી ગતિએ હજારે કે લાખો વરસ સુધી ચાલતાં ઘેડ પંથ પણ કપાતો નથી. સંસારમાં પરિભ્રમણ એ પણ એક મુસાફરી છે. દરેક જીવ મુસાફર છે. અનંત પુદ્ગલ પરાવર્તન કરવા જેટલો દરેકને વખત પણ મળ્યો છે, એટલે લાંબે વખતે પણ હજી