________________
૧૦૮
ભાવના-ચાતક. ઘડીવાર બેસીને બોધ સાંભળે કે વાતચીત કરે તો તેમને સમજવાય પણ તે તો આવતાં નથી અને બેસતાં નથી, જેથી તેમને સમજાવવાને બીજો કોઈ માર્ગ શોધ, એમ સાધ્વી વિચાર કરે છે, તેટલામાં કુબેરસેના પિતાના નાના પુત્રને સાધ્વી ઉતર્યા છે તે ઓરડામાં સુવાડી ગઈ અને સાધ્વીને ભલામણ કરી કે આ છોકરાની સંભાળ રાખશો. એટલું કહી તે અંદર ચાલી ગઈ. કુબેરદત્ત પણ તે વખતે ઘરની અંદર હતા. થોડી વાર થઈ એટલે છોકરો રડવા લાગ્યો ત્યારે સાધ્વીએ પિતાની મા અને ભાઈને સમજાવવાના હેતુથી છોકરાને છાને રાખવા આ પ્રમાણે કહેવા માંડયું –હે છોકરા ! તું શાંત થા. ર નહિ, બાપુ રે નહિ ! તારે ને મારે ઘણું સગપણ છે. સાંભળ, સાંભળ ! એક રીતે તું મારે ભાઈ થાય છે કારણ કે તારી માતા એ જ મારી માતા છે. ૧. તું મારે પુત્ર પણ થઈ શકે કારણ કે મારો પતિ કુબેરદત્ત તેને તું પુત્ર છે. ૨. હે બાળક ! તું મારો દેવર પણ થાય છે કારણ કે મારા પતિ કુબેરદત્તને તું નાનો ભાઈ છે. ૩. મારા ભાઈ કુબેરદત્તનો તું દીકરે તેથી તું મારો ભત્રીજો પણ હોઈ શકે. ૪. કુબેરદત મારી માને પતિ થયો તેને તું હાનો ભાઈ માટે તું મારે કાકે થયો. ૫. કુબેરસેનાનો દીકરો કુબેરદત્ત તેને તું દીકરે એટલે કુબેરસેનાને પોતરો અને કુબેરસેના મારી શોક્ય થાય માટે મારો પણ તું પિતરે થાય છે. ૬. હે બાળક! આ છ સગપણ ખાસ તારી સાથે છે. હું તારી સગી તારી પાસે બેઠી છું તો તું શા માટે રડે છે? બાળક રેતો ન રહ્યો ત્યારે સાધ્વીએ વળી વાત આગળ ચલાવી. એટલામાં કુબેરસેના અને કુબેરદત્ત આ અવનવી વાત સાંભળી ત્યાં આવી પહોંચ્યાં અને સાવીને કહ્યું: અરે, તને રહેવાને જગ્યા આપી એટલા માટે આવું અસમંજસ બેલે છે કે? સાધ્વીએ કહ્યું, નહિ. હું અસમંજસ બોલતી નથી. હું જે કહું છું તે ખરું છે. સાંભળો, તમારી સાથે પણ મારે છે