________________
૧૦૬
ભાવના-શતક
નામને અનુસારે જ તેમનાં એરદત્ત અને કુખેરદત્તા એવાં નામ રાખવામાં આવ્યાં. જુદે જુદે ધેર અને બાળકો ઉછરવા લાગ્યાં. કંઈક મ્હોટી ઉમરનાં થયાં એટલે કલાચાયની પાસે વિદ્યાભ્યાસ કરાવવામાં આવ્યેા. યેાગ્ય ઉમરે બંનેના પાળકાએ બંનેના સગપણની શેાધ કરવા માંડી, પણ દૈવયેાગે ખીજે ક્યાંય સગવડ ન મળતાં કુબેરદત્તનું કુબેરદત્તાની સાથે જ લગ્ન થયું. લગ્ન થયા પછી એકદા અને જણ ચેાપાટે રમતાં હતાં તેમાં એકખીજાની વીંટી તરફ નજર ગઈ. અને વીંટી એક કારીગરની બનાવેલી હાય તેવી લાગી એટલું જ નહિ પણ ઘાટમાં, વજનમાં, વસ્તુમાં તદ્દન સાદશ્ય લાગ્યું અને નામના અક્ષરા પણ સરખાજ લાગ્યા. આ ઉપરથી તેમને વ્હેમ પડયો કે આનું કારણ શું હશે? તરત જ માબાપની પાસે જઈ ખરી હકીકત વિષે ભાર ને પૂછ્યું ત્યારે માબાપે કહ્યું કે તમેા અને અમને નદીમાંથી મળ્યાં છે. અમે તમેાને પુત્રવત્ પાળ્યા છે, તથા સરખેસરખી જોડ જાણીને તમારૂ પરસ્પર લગ્ન કર્યું છે. આ સાંભળી તે બંને જણે નિશ્ચય કર્યો કે આપણે એક પેટીમાંથી નિકળ્યા છીએ માટે નક્કી આપણે ભાઈવ્હેન છીએ. આપણા પાળકોએ આ બહુ જ અટિત કર્યું. અરેરે ! આ અનુચિત કૃત્ય કરી આપણે મહાપાતકમાં પડવાં. હવે અહીંથી આપણે છૂટા પડી જવું જોઇએ. કુબેરદત્તાને આ બનાવથી ધણા જ ખેદ થયા અને તેની સાથે સંસાર ઉપરથી મન ઉતરી ગયું. વૃત્તિ ઉદાસ થઈ ગઈ. વૈરાગ્યના રંગ લાગ્યા. અસાર સસારને છેડી કાઈ સાધ્વી પાસે કુબેરદત્તાએ દીક્ષા ધારણ કરી. એરદત્તનું પણ મન ખિન્ન થયું તેથી પાળક પિતાની રજા લઈ વ્યાપારને નિમિત્તે પરદેશ નિકળી ગયા. કર્માંસયેાગે તે મથુરા નગરીમાં જ આવ્યેા. ત્યાં સારી રીતે વ્યાપાર ચાલવાથી નિવાસ કર્યાં. કેટલાએક વખત પછી સારાં વસ્ત્રો આભૂષા પહેરી ફરવા નિકળ્યા. ફરતાં કરતાં વૈશ્યાપાડામાં નીકળી ગયા. કુબેરસેના ગણુકાનો તેના ઉપર દૃષ્ટિ