________________
સંસાર ભાવના
૧૦૫ દષ્ટાંત–મથુરા નગરીમાં કુબેરસેના નામની એક નાયકા રહેતી હતી. તે મૂળથી ગણિકાના ધંધામાં જોડાયેલી હતી. નવનવા શ્રીમંત યુવકોને પ્યારમાં ફસાવી તેમની પાસેથી ધન હરી લેવાના કાર્યમાં તે કુશળ હતી. એકદા કુબેરસેનાને ગર્ભ રહ્યો. તેને પાડવાને તેણે પુષ્કળ પ્રયત્ન કર્યો પણ તેમાં તે નિષ્ફળ ગઈ. ગર્ભ દિવસે દિવસે વૃદ્ધિ પામતો રહ્યો. છેવટે પૂર્ણ દિવસે કુબેરસેનાએ એક યુગલ–પુત્ર પુત્રીને જન્મ આપ્યો. કુબેરસેનાની મા કુદની હતી. તેણે જન્મેલાં યુગલને મારી નાંખવાની કુબેરસેનાને સલાહ આપી પણ કુબેરસેનાના મનમાં કંઈક સંતતિ–વત્સલતાને ભાવ ઉત્પન્ન થવાથી તે સલાહ માન્ય ન કરી પણ બીજો કોઈ માર્ગે લેવાને તેણે નિશ્ચય કર્યો. દશ બાર દિવસ ગયા પછી કુબેરસેના જ્યારે સ્વસ્થ થઈ ત્યારે એક પેટી તૈયાર કરાવી તેની અંદર રૂ ભરી ઈજા ન આવે તેવી રીતે બન્ને બાળકોને અંદર સુવાડવાં અને સાથે બે નામાંકિત મુદ્રિકા મૂકી કે જેમાં એક ઉપર કુબેરદત્ત અને બીજી ઉપર કુબેરદત્તા નામ ગોઠવ્યું હતું. પેટીની અંદર પાણું ન જાય અને ઉપરથી ડી હવા આવે તેવી ગોઠવણ કરી હતી. પિટીને સારી રીતે પેક કરી રાત્રે યમુના નદીમાં વહેતી મૂકી દીધી. સવારના પહોરમાં તે પેટી શેરીપુર નગરની આસપાસ આવી પહોંચી હતી, તે દરમ્યાન શારીપુરના બે ગૃહસ્થો શરીર કારણે નદીને કાંઠે આવ્યા હતા. તેમણે દૂરથી આવતી પેટી જેઈ દ્રવ્યની લાલચે તે પેટી નદીમાં પડી ખેંચી લીધી. બંને જણે ઠરાવ કર્યો કે આમાંથી જે નીકળે તે બે ભાગે આપણે વહેચી લેવું. એકાંતમાં જઈને પેટી ખોલી તો જીવતાં બે બાળક નીકળ્યાં. તે પણ બંને ગૃહસ્થને ઉપયોગનાં હતાં; કારણ કે એકને પુત્રની અને બીજાને પુત્રીની ખોટ હતી તેથી ખુશ થઈ બંને જણાએ બાળકો વહેંચી લીધાં. જેને પુત્ર ન હતો તેણે પુત્ર લીધે અને જેને પુત્રીની ખોટ હતી તેણે પુત્રી લીધી. નામાંકિત મુદ્રિકા પણ સાથે લીધી. મુદ્રિકા ઉપરના