________________
સંસાર ભાવના
૧૦૩ છે તેવી જ સ્થિતિ આ સંસારની છે. ચકડોળમાં ચાર બેઠક છે તેમ સંસારમાં ચાર ગતિ છેઃ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવતા. ચકડોળની બેઠકોને એક વાર ગતિ આપ્યા પછી જેમ ઉપર નીચેની આવજા ઘણા વખત સુધી થયા કરે છે તેમ જીવને કર્મનો ધક્કો લાગવાથી ચાર ગતિમાં આવજા થયા કરે છે. ચકડોળની બેઠકને ઉપર ધકેલવામાં જોર કરવું પડે છે, નીચે તો તે પોતાની મેળે પણ ઉતરે છે, તેમ જીવને ઉંચી ગતિમાં જવું હોય તો ધર્મ, પુણ્ય, પરમાર્થ કરીને બળ મેળવવું જોઈએ, પણ નીચે જવામાં વધારે બળની જરૂર પડતી નથી. નીચે જવાને તે ઘણુ વખતને અભ્યાસ પડે છે. (૨૦)
संबन्धवैचित्र्यम् । पिता यस्याऽभूस्त्वं तव स जनकोऽभीक्ष्णमभवत् । प्रिया या सा माता सपदि वनिता सैव दुहिता ॥ कृता चैवं भ्रान्त्वा जगति बहुसम्बन्धरचना । भवेप्येकत्रासन् द्विगुणनवबन्धाः किमपरे ॥ २१ ॥
સગપણની વિચિત્રતા. અર્થ–આ વખતે જેને તું બાપ ગણાય છે, તે આ વખતને હારે પુત્ર પૂર્વ ભવમાં ઘણી વાર ત્યારે બાપ થયો હતો. જે હમણું હારી સ્ત્રી ગણાય છે, તે એક વખત હારી માતા હતી, અને હમણું જે હારી પુત્રી છે તે પૂર્વ ભવે એક વખત હારી વનિતા થઈ હતી. આવી રીતે ભવભ્રમણ કરતાં જે નવા નવા સંબંધો બાંધ્યા તે એક પછી એક સંભારવામાં આવે તો વિસ્મય થયા વગર રહે નહિ, તેવા વિચિત્ર સંબંધે કર્યો. અરે ! બીજા ભવની તો શું વાત કરવી ? એક ભવમાં પણ એક જીવે અઢાર