________________
સંસાર ભાવના.
૧૦૧ ભાગ આવે છે અને એક જીવને ભાગે પાઈના અસંખ્યાતમા ભાગને અનંતમો ભાગ આવે છે. આવી કુછ કિમ્મતે એક વાર નહિ પણ અનંતી વાર વેચાયો, તે જ જીવ આજે રાજા કે ઈંદ્ર બન્યો તેથી શું તેની ભૂતકાળની છાપ ભૂંસાઈ જવાની ? કદાચ ભૂતકાળને ન સંભારીએ તોપણ ભવિષ્યકાળ તો આપણી તરફ કુચ કરતે આવે છે તેને કેમ ભૂલી શકીશું ?? વર્તમાનકાળનો રાજા કે ઈદ્ર શું ભવિષ્યકાળમાં રાજા કે ઈદ્ર તરીકે કાયમ રહેવાને છે ? નહિ જ. જેવી રીતે નાટકને એક્ટર–પાત્ર એક વખતે રાજા બને છે, પુનઃ થોડી વારે તે જ એટર વળી રંક બને છે. એક વખત શાહુકાર બને છે, બીજે વખતે ચોર બને છે. એક વખત સ્ત્રી બને છે, બીજી વખત પુરૂષ બને છે. તેવી જ રીતે વર્તમાનનો રાજા કે ઈદ્રિ ભવિષ્યમાં ચાંડાલ, ભિલ, સર્ષ, સિંહ, ડુક્કર કે શ્વાન બને એ પણ અસંભવિત નથી. ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીજા અધ્યયનમાં મહાવીર પ્રભુ કહે છે કે –
एगया देवलोएसु नरएसु वि एगया ॥ एगया आसुरं कायं अहाकम्मेहिं गच्छइ ॥ ३ ॥ एगया खत्तिओ होइ तओ चंडाल बुक्कसो । तओ कीड पयंगो य तओ कुंथु पिपीलिया ॥४॥
અર્થ—આ જીવ એકદા દેવલોકમાં દેવપણે ઉપજે છે, અને તે જ જીવ ફરી નરકમાં પણ જાય છે. એક વખત અસરકાયમાં પણુ ઉપજે છે. જેવાં કામ કરે છે તે પ્રમાણે તેની ગતિ થાય છે. એક જન્મમાં ક્ષત્રિય બનેલે આ જીવ બીજા જન્મમાં ચાંડાલ, વર્ણસંકર કે તેના કરતાં પણ ઉતરતી જાતિમાં અવતાર લે છે, એટલું જ નહિ પણ કોટ, પતંગ, કુંથવા અને કડીરૂપે પણ આ ને આ જીવ અવતરે છે.