________________
ભાવના-ચાતક જન્મની વિચિત્રતા. અર્થ-કઈ વખતે શુભ કર્મના બળથી આ જીવ રાજકુળમાં ઉત્પન્ન થઈ હેટો રાજા થયો અથવા દેવતાઓને અધિપતિ ઈદ્ર થયે, ત્યારે તે જ જીવ કાલાન્તરે શુભ કર્મ પૂરાં થઈ રહેતાં અશુભ કર્મના યોગથી નટ, કાળી, ધીવર કે ચાંડાલના કુલમાં ઉત્પન્ન થઈ નીચ ચાંડાલ થયો. એક ક્ષણે મહેટે શાહુકાર થયો ત્યારે બીજે ક્ષણે દરિદ્ર ભિખારી થયો. એક વખત મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થયે, ત્યારે બીજે વખતે ડુક્કર કે શ્વાન જેવી તીચ ચોનિમાં પેદા થયો. આવી વિચિત્રતાની સાથે અનંત કાળથી આ સંસારમાં જીવ ભ્રમણ કરે છે તે પણ હજીસુધી નિરવછિન્ન શાન્તિપૂર્વક ભવભ્રમણથી નિવૃત્તિ મળી શકી નહિ. (૨૦)
વિવેચન-સંસારના પરિભ્રમણ દરમ્યાન પૂર્વના ગુન્હાઓની સજા ભોગવવાને નીચ અવતારો કરતાં કરતાં જ્યારે અશુભ કર્મોને હાસ-ઘટાડો થાય છે અને શુભ કર્મનું બળ વધે છે ત્યારે મનુષ્ય કે દેવતાનો અવતાર પ્રાપ્ત થાય છે. તેમાં પણ વધારે શુભ કર્મને યોગે કદાચ રાજા કે ઈન્દ્ર થાય છે પણ તેટલા ઉપરથી તેણે અભિમાન કરવા જેવું નથી, કારણ કે તે અવતાર અને તે પદવી કાયમની નથી, તેમ જ તે અવતાર પહેલાં ચેરાસી લાખ યોનિમાં નીચમાં નીચ અવતાર કરનાર પણ તે જ જીવ છે. રાજ્યપદ કે ઈન્દ્રપદનું અભિમાન ધરનાર જીવ એક વખત ડુંગળી, લસણ કે બટાટાના એક અંશના એક શરીરમાં એક ભાગીદાર તરીકે ઉપજન્યો હતો ત્યારે તેની કિસ્મત એક પાઈની તો શું પણ પાઈના અનંતમા ભાગ જેટલી પણ ન હતી; કારણ કે અનંત છ વચ્ચે એક શરીર હોય છે અને અસંખ્યાતા શરીરે મળી એક ગોળો હોય છે, તેવા અર્સખ્યાત ગેળા મળી એક લસણની કળી થાય છે. તેની કિંમત કદાચ એક પાઈની ગણીએ તે એક શરીરને ભાગે પાઈને અસંખ્યાત