________________
સંસાર ભાવના અવતારમાં એક સમયમાં જેટલી પીડા ભોગવાય છે તેનું પણ પૂરેપૂરું વર્ણન થઈ શકે નહિ, તે આખા ભવની તે શી વાત કરવી? આવા અનંત ભવો મેં નરકના કર્યા છે. તેની પીડા આગળ સંયમનું કષ્ટ કયા હિસાબમાં છે? માટે મને દીક્ષા લેવાની સંમતિ આપે. રાજકુમારે માબાપને સમજાવી દીક્ષા લઈ આત્મિક કાર્ય સાધ્યું.
રાજકુમારે વર્ણવેલી નરકની વેદના ઉપરથી કઈક ગુહાને પણ ખ્યાલ થઈ શકે છે. જેઓ મનુષ્ય કે તિર્યંચના ભાવમાં ક્રૂરતાથી ઘણું પંચેંદ્રિય જીવોની હિંસા કરે છે, સર્પ, વિંછી, કુતરાં, ઘેટા, બકરાં, પાડા, હરણ, રોઝ, સસલાં વગેરે નિરપરાધી જીવોની કતલ કરે છે, હેટી લડાઈઓ ઉઠાવે છે, ખોટા ધંધ મચાવે છે, પરસ્ત્રીગમન કરે છે, ચેરી અને ધાડ પાડે છે, મહાઆરંભ અને મહાપરિગ્રહનાં કાર્યો ઉઠાવે છે, સન્માર્ગમાં કાંટા વિખેરે છે, એવા પ્રકારના મહેટા ગુહાઓ કરે છે તેને નરકના મહા કેદખાનાની સખ્ત સજા નરકાવાસમાં ભેગવવી પડે છે. દરેક જીવે સંસારના પરિભ્રઅણુમાં આવા ગુન્હા ઘણી વાર કર્યા અને સજા પણ ઘણી વાર ભેગવી. તોપણ હજી તેવા ગુન્હા કરવા ઉદ્યત થતા કેટલાએક જણાય છે. તેમણે નરક્યાતનાનું વર્ણન લક્ષમાં લેવું જોઈએ. (૧૯)
जन्मवैचित्र्यम् ।
कदाचिज्जीवोऽभूत्ररपतिरथैवं सुरपतिस्तथा चाण्डालोऽभन्नटशबरकैवर्ततनुजः ॥ कदाचिच्छ्रेष्ठोऽभूत्किटिशुनकयोनौ समभवन संसारे पाप क्वचिदुपरति शान्तिमथवा ॥ २० ॥