________________
૧૨
ભાવના-ચાતક
વર્તમાનમાં પ્રાપ્ત થએલી ઉચ્ચ સ્થિતિનું અભિમાન કરવું તે ખરેખર મૂર્ખતા જ છે. “માને તૈચમચં” માન–અભિમાનની સામે દીનતાને ભય તૈયાર રહે છે. રાવણ જેવા બળવાન રાજાને પણ ગર્વ છાજ્યો નહિ, તો બીજાની શી વાત કરવી? દરેક પદાર્થ પરિવર્તનશીલ છે. એક અંદગીમાં એક માણસની કેટલી કેટલી અવસ્થાઓ બદલાતી જણાય છે? બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, તરૂણઅવસ્થા, પ્રૌઢ અવસ્થા, વૃદ્ધાવસ્થા, આ દરેક અવસ્થાને રંગ જુદે જુદે નીકળે છે. કોઈમાં સુખ તો કઈમાં દુઃખ, કઈમાં સંપત્તિ તે કોઈમાં વિપત્તિ, કોઈમાં ચિંતા તે કઈમાં ગભરામણ, કઈમાં સન્માન તો કઈમાં અપમાન પ્રતીત થાય છે. જે એક અવસ્થામાં હજરે પર હુકમ ચલાવે છે તેને બીજી અવસ્થામાં હજારોના હુકમ ઉઠાવવાનો સમય આવી ચડે છે. એક જીંદગીમાં અવનવો આટલે. ફેરફાર પ્રત્યક્ષ જણાય છે તો ભવાંતરમાં મહેટ ફેરફાર થાય તેમાં કાંઈ નવાઈ જેવું નથી. જેમ દિવસ પછી રાત અને રાત પછી દિવસ આવતા જાય છે તેમ ચડતી અને પડતીનું ચક્ર પણ ચાલ્યા જ કરે છે. સૂર્યની પણ એક દિવસમાં ત્રણ અવસ્થા બદલાય છે. પ્રાતકાળની જુદી અવસ્થા, મધ્યાહની જુદી અવસ્થા અને સાંજના વખતની અસ્તમય જુદી અવસ્થા પ્રાપ્ત થાય છે. ચંદ્રની અવસ્થા પણ બદલાય છે. તે રાત્રે તેજસ્વી અને દિવસે ઝાંખો થતો દેખાય છે. ચકડોળની રમતમાં ચાર બેઠકો હોય છે. તેમાં બેસનારા ઉપરથી નીચે અને નીચેથી ઉપર જાય છે. નીચેથી ઉપર ગયેલો માણસ ઉપરથી નીચે ગયેલ તરફ જોઈને મનમાં એમ ફૂલાય કે હું કેવો. બધાની ટોચ ઉપર ચડ્યો છું? બીજા સઘળા મારી નીચે છે. તેની. આ અભિમાનવાળી માન્યતા તેને કેટલીવાર આશ્વાસન આપી શકે ? તે પિતાની ઉંચી સ્થિતિ દર્શાવનાર શબ્દો મુખથી બોલવા જાય. તેટલામાં તે તેની બેઠક પાછી નીચે આવતી રહી હોય છે. ત્યાં ગર્વ કે મગરૂબી રાખવી શું કામ આવે ? જેવી સ્થિતિ ચકડોળની