________________
(૩) સંસાર માવના.
[ ધર્મનું શરણ ન સ્વીકારનાર છવ સંસારમાં પરિભ્રમણ કરે છે માટે ત્રીજી ભાવનામાં સંસારનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે.]
शिखरिणी वृत्तम् ।
तृतीया संसारभावना । अहो संसारेऽस्मिन् विरतिरहितो जीवनिवहश्चिरं सेहे दुःखं बहुविधमसौ जन्ममरणैः ॥ परावर्त्तानन्त्यं प्रतिगगनदेशं विहितवांस्तथाप्यन्तं नामोद्भवजलनिधेः कर्मवशतः ॥ १८ ॥
ત્રીજી સંસાર ભાવના. અર્થઅહો ! આ સંસારને વિષે પ્રાણીસમૂહ પાપથી નિવૃત્ત થયા વગર ઘણા વખતથી જન્મ જરા અને મરણનું દુઃખ નિરંતર સહન કર્યા કરે છે, તે એટલે સુધી કે ચૌદ રાજલોકના અસંખ્યાતા પ્રદેશ છે, તેમાંના દરેક પ્રદેશે અનંતાનંત વાર જન્મ મરણ કરી અનંતા પુદગલ પરાવર્તન નિપજાવ્યા તોપણ હજીસુધી સંસાર સમુદ્રને છેડો આવ્યો નહિ! (૧૮)