________________
-
ભાવના-શતક
બકરાં અને ઘેટાં ઘણાએ બરાડા પાડતાં, પણ તે તેઓના ઉપર છરી ચલાવતાં જરા વિચાર કર્યો નહોતો, તો હવે તારા ઉપર કેણુ દયા રાખશે ? તું તારાં કર્મનાં ફળ ભોગવ. ત્યાંના કેદીના શરીરનો સ્વભાવ જ પારા જેવો હોય છે. પારાના જૂદા જૂદા કકડા કરવામાં આવે તો પણ તે પાછા એકરૂપ થઈ મળી જાય છે તેમ નારકીના શરીરના ઝીણું ઝીણું કકડા પણ અંતર્મુહૂર્તમાં પાછા મળી જાય છે, અને જેવું મૂળ શરીર હોય છે તેવું પાછું બની જાય છે. આ તો ત્યાંના દુઃખનું મંગલાચરણ થયું. આ કેદખાનામાં પ્રકાશ બિલકુલ હોતો નથી. રાત દિવસને વિભાગ નથી પણ સદાએ રાત્રિ જેવું ગાઢ અંધારું છવાઈ રહ્યું છે. અહીંની સ્થિતિનું વિશેષ વર્ણન ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯ મા અધ્યયનમાં મૃગાપુત્ર નામના રાજકુમારે કર્યું છે. તેમાંથી થોડે ઉતારે લઈએ. મૃગાપુત્ર એ સુખ અને વૈભવમાં ઉછરેલો એક રાજકુમાર છે. એક વખત તેણે મધ્યાહન સમયે ગોચરીયે જતા એક સાધુને પિતાના મહેલના ગોખમાંથી જોયા. તે ઉપરથી આલોચના-ઈહાપ કરતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વના સંજ્ઞી પંચૅક્રિયપણે જે ભવો કર્યા હતા તે જ્ઞાનથી જોવામાં આવ્યા. તે ભના સર્વે બનાવોનું સ્મરણ થયું ત્યારે તે કુમારને એકદમ દઢ વૈરાગ્ય ઉપજતાં દીક્ષા લેવાને વિચાર થ. માતાની અનુજ્ઞા-સંમતિ માંગી ત્યારે માતા રાગને લીધે સંયમની દુષ્કરતા બતાવે છે. તેની સામે રદીયો આપવાને મૃગાપુત્ર પિતે અનુભવેલા નારકીના દુઃખનું વર્ણન આ પ્રમાણે કરે છે –
जहा इंह अगणी उण्हो । इत्तोणतगुणो तहिं ॥ नरएसु वेयणा उहा । असाया वेइया मए ॥
અર્થાત–હે માતા ! તમે અહીંના તાપની અસલ્યતાનું વર્ણન કરે છે પણ એ તાપને હું હિસાબમાં ગણતો નથી, કારણ કે નારકીના અવતારમાં મેં જે ત્યાંના ક્ષેત્રની ઉષ્ણતાને અનુભવ કર્યો છે,