________________
સંસાર ભાવના.
વિવેચન-નરકના ભયંકર કેદખાનામાં પ્રથમ પ્રવેશ કરવાની કેટરીને કુંભી કહે છે. તે કુંભી અંદર પહોળી અને મેઢે સાંકડી હેય છે. તેની અંદર કહેવાયેલા કલેવર જેવી દુર્ગધ મૂકતા અશુચિમય પદાર્થો ભર્યા હોય છે. તીક્ષ્ણ ધારના વજમય કાંટા અંદરની બાજુએ હોય છે. એક ગુન્હેગાર કેદી પ્રથમ તે કુંભમાં ઉપજે છે અને થોડી વારમાં તેનું સ્થૂલ મોટું થઈ જાય છે એટલે સંકડાશ થવા માંડે છે. ચારે તરફ અણીવાળા કાંટા ખુંચવા માંડે છે. દુર્ગંધ પણ અસહ્ય લાગે છે. બહાર નીકળવાનો પ્રયત્ન કરે પણ મેટું સાંકડું હોવાથી નીકળી શકાતું નથી, ત્યારે તે કેદી બૂમાબૂમ પાડવા માંડે છે. કેદીઓને શિક્ષા કરનાર અને નિયમમાં રાખનાર “જેલરને પરમાધામી કહેવામાં આવે છે. આ પરમાધામીઓ એક હલકી જાતના દેવતા છે. નારકીઓને શિક્ષા કરવા અને હીવડાવવા ધારે તેવું રૂપ બનાવવાની તેનામાં શક્તિ છે. નવીન કેદીની બૂમ સાંભળી પરમાધામીઓ હાથમાં તીક્ષ્ણ શસ્ત્રો લઈ ભયંકર અને ક્રર રૂ૫ ધારણ કરી નવીન કેદી પાસે આવે છે. જ્યારે અવાજ ઉપરથી પરમાધામીઓ આવવાની તે કલ્પના કરે છે ત્યારે તે કેદીને એમ લાગે છે કે હવે ઠીક થશે. મને આ લોકે અહીંથી બહાર કહાડશે, પણ નજીક આવે છે ત્યારે તેમનું ભયંકર રૂપ અને તીણ શસ્ત્રો જોઈ કંપવા લાગે છે. અરે ! આ રાક્ષસો આ ધારવાળાં શસ્ત્રાથી મારા શા હાલ કરશે? એમ તે બિચારો ગભરાય છે તેટલામાં પરમાધામીએ કઈ તેના માથામાં મુગર મારે છે, કોઈ ભાલાની અણી ભેંકે છે, કોઈ તીર્ણ છરીથી તેના શરીરના કકડા કરે છે, કોઈ તલવારથી તે કઈ ચપુથી તેના ખંડેખંડ કરી સાણસીથી બહાર કાઢે છે. કેદી બિચારો ઘણીએ ના પાડે છે કે હવે મને અહીં જ રહેવા દ્યો, મારે બહાર નીકળવું નથી. પણ તેની ના ઉપર કોણ દયા કરે ? પરમાધામીએ તેને પૂર્વના ગુન્હા સંભળાવે છે કે તે તો જનાવરનાં અને માણસનાં ગળાં કરતાં દયા રાખી હતી.