________________
=
સંસાર ભાવના રીતે ત્યાં પણ ઘણું દુઃખ ભોગવવું પડે છે. એક સ્પર્શ ઈદ્રિય સિવાય બીજી કોઈ ઈદ્રિય અહીં હોતી નથી, એટલે જેવાને આંખ, સાંભળવાને કાન, સુંઘવાને નાક અને બલવાને જીભ ત્યાં હોતી નથી, તેથી મુંગા, બહેરા, અને આંધળા થઈ અસંખ્યાત કાળ સુધી એકેક સ્થાવરની કેદ પણ પૂરી કરી; ત્યારે એક જીભ ઈદ્રિયની શક્તિ વધારી બેઈદ્રિયના કેદખાનામાં આ જીવ પુરાયો. અહીંના કેદખાનાની સજા સંખ્યાત કાળ–સંખ્યાતા હજાર વરસની હોય છે તેટલી સજા ભેગવી લે છે, ત્યારે વળી એક ઘાણ ઈદ્રિયની શક્તિ વધારવામાં આવી. બહેરાશ અને અંધાપાની સાથે બેઈકિય જેટલી સજા અહીં પણ ભોગવવી પડી. જ્યારે તે સજા પૂરી ભોગવી ત્યારે એક આંખ વધી અને તે ચોઈદ્રિયમાં દાખલ થયો. ત્યાં પણ બે ઈકિય જેટલી પૂરી સજા ભોગવી ત્યારે પંચેંદ્રિયમાં અસંજ્ઞીના કેદખાનામાં ગયો, જ્યાં ઈદ્રિય પાંચે પામ્યો પણ મન વગરની ગાંડપણ જેવી સ્થિતિમાં અસંજ્ઞી, તિર્યંચ અને સમુઈિમ મનુષ્યની સજા પૂરી ભોગવી ત્યારે સંસી મન સહિતની સ્થિતિમાં સિંહ વાઘ વગેરે તિર્યંચમાં આવ્યો. પણ ત્યાં પૂર્વ કર્મની બહુલતા અને નવીન કાર્યોના સંચયથી બીજા ગુન્હાની ભારે સજા ભોગવવાને નરકમાં પડળ્યો. ત્યાંના કેદખાનામાં કેવી સ્થિતિ છે અને ત્યાં કેવું દુઃખ છે તેનું વર્ણન હવે પછીના કાવ્યમાં આવશે. ઉપર કહ્યું તે પ્રમાણે એકેક કેદખાનાની સજા એક વાર નહિ પણ અનંતી અનંતી વાર ભોગવી. સજા ભોગવતે ભાગવત ઉપર આવ્યો અને પુનઃ ગુન્હા કર્યા એટલે તેની સજા ભોગવવાને ફરી ત્યાં જવું પડયું. આવા પરિક્રમણથી અનંતા પુદ્ગલપરાવર્તન સુધી એકેક જીવે જે દુઃખ ભેગવ્યું છે, તેને સરવાળો તો શું પણ સરવાળાની કલ્પના કરવી એ દુર્ઘટ છે. એટલા માટે જ સંસાર એ સમુદ્ર અથવા કાંતાર–અટવી કહેવાય છે. સમુદ્રમાં પાણીનો થાગ નથી, સંસારમાં દુઃખનો થાગ નથી. સમુદ્રમાં પાણું સ્થિર નથી, કિન્તુ અનેક તરંગોથી ઉછળે છે