________________
૯૧
ભાવના શતક.
મા-બાપ, ભાઈ-ભગિની, પુત્ર-પુત્રી, સ્ત્રી, સાસુ–સસરા, કાકા-કાકી, મામા-મામી, ફેાઈ, માસીપણે અનંતી અનૈતી વાર સગપણ બાંધ્યાં. એક તરફથી સગપણુ બંધાતાં ગયાં, ખીજી તરફથી ગુઢતાં ગયાં. આવી રખડપટીમાં–પરિભ્રમણમાં આ જીવે અનંતાં કાલચક્રો, અનંતી ઉત્સર્પિણી અવસર્પિણીયા, અનંતા પુદ્ગલપરાવર્તને પસાર કર્યાં. ન્હાનામાં ન્હાના ૨૫૬ આલિકા (૧/૧૭મા શ્વાસેાશ્વાસ પ્રમાણ) ના લવા નિંગાદમાં કર્યાં અને મ્હોટામાં મ્હોટા તેત્રીશ સાગરના ભવા સાતમી નરકમાં કર્યો કે જ્યાં વધારેમાં વધારે દુ:ખ છે. વધારે આયુષ્ય પામ્યા ત્યાં સ્થિતિમાં અનેક જાતની વિટંબનાઓનું દુ:ખ ભાગવ્યું અને જ્યાં ટુંકું આયુષ્ય પામ્યા ત્યાં જન્મમરણનાં દુઃખા ભાગળ્યાં. નિગેાદમાં બે ઘડી જેટલા વખતમાં ૬૫૫૩૬ વાર જન્મ અને તેટલી જ વાર મરણ થયાં. તેવી રીતે જન્મમરણ કરતાં અનંત કાલ કેવળ નિગેાદમાં જ પસાર કર્યાં. તેટલા વખત સુધી નિગેાદનું ધર છેાડી બહાર જવા પામ્યા નહિ. નિગેાદીયા જીવનું શરીર એટલું આરીક હોય છે કે સેાયના અગ્ર ભાગ જેટલી જગ્યામાં તેવાં અસંખ્યાત શરીશ સમાઈ જાય; તથાપિ તેવું બારીક શરીર એક જીવતી સ્વતંત્ર માલેકીનું હોઈ શકતું નથી, કિન્તુ તેટલા શરીરમાં અનંત ભાગીદારે વસે છે એટલે કે અનંત જીવા વચ્ચે એક શરીર મળે છે. તેમાં પણ ઇંદ્રિય માત્ર એક સ્પર્શ ઈંદ્રિય જ હોય છે. આવી સંકડાશમાં પારાવાર અકળામણ અને ગભરામણ સાથે અનંતકાળ સુધીની મહા કેદની સજા ભાગવી. ત્યાંની સજા પૂરી થઈ રહ્યા પછી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિમાં આ જીવ દાખલ થયા. આ પાંચ સ્થાવરમાંના દરેક કેદખાનામાં અનંત કાળની નહિ પણ અસંખ્યાત કાળ–અસંખ્યાતી ઉત્સર્પિણી અસંખ્યાતી અવસર્પિણી સુધીની સજા ભોગવવી પડે છે. અહીં એક શરીર રૂપ કોટડીમાં અનંતા જીવા પુરવામાં આવતા નથી, કિન્તુ એક કાટડીમાં એક જ જીવ પુરાય છે, એટલી શિક્ષા પહેલાં કરતાં ઓછી થઇ, પણ બીજી