________________
ભાવના-શતક. કારભારી તે ઠેકાણે પડયા પણ તેને ઘેર શું બન્યું તે તપાસીએ. હિંગની ગંધ છાની રહે તો ચાકરના પેટમાં વાત છાની રહે. કારભારીએ વાત કરી ત્યારથી ચાકરને આફરો ચડી આવ્યો. કારભારી ગયા કે તરત વહાલો થવાને રાજાની પાસે ચાકરે પેટ ફેડયું. કારભારીની તમામ હકીકત કહી સંભળાવી. રાજાએ ગુસ્સે થઈ એકદમ માણસોને હુકમ કર્યો કે હરામખોર કારભારીને પકડી લાવો. રાજાનાં માણસોએ કારભારીને ઘેર થઈ, નિત્યમિત્રને ત્યાં તપાસ કરી. નિયમિત્રે કહ્યું: મારે ત્યાં આવ્યો હતો ખરો, પણ મેં તેને રાખ્યો નથી. રાજાના ગુન્હેગારને હું કેમ રાખું? ખાત્રી ન હોય તો મારું ઘર તપાસો. છેવટે એટલું પણ કહ્યું કે પર્વમિત્રને ત્યાં ગયો હશે માટે ત્યાં તપાસ કરો. રાજાના માણસો પર્વામિત્રને ત્યાં ગયા. તેણે પોતાનું ઘર બતાવ્યું અને કહ્યું કે મારે ત્યાં નથી અને મને ખબર નથી કે તે ક્યાં ગયા. છેવટ જુહારમિત્રને ત્યાં તપાસ કરી. તેણે કહ્યું કે મારે ત્યાં નથી. રાજાના માણસોએ કહ્યું કે નિકળશે તો તું ગુન્હેગાર ગણાઈશ, અને તારે શિક્ષા ભોગવવી પડશે. જુહારમિત્રે કહ્યું કે ખુશીની સાથે મારે ઘેરથી નીકળે તે હું શિક્ષા ભોગવવા તૈયાર છું. એમ હિમ્મતભર જવાબ આપીને શક દૂર કર્યો. પણ રાજાના માણસે તેની પાસેથી લખાવી લીધું કે મારા ઘરમાંથી નીકળે તો રાજા મારા ઘરબાર લુંટી ચાહે તે શિક્ષા કરે. ઘણી તપાસ કરતાં કારભારીને પત્તો ન લાગ્યો ત્યારે રાજાએ ઢંઢેરો પિટાવ્યો કે કારભારીના ખબર આપે તેને અમુક ઈનામ આપવામાં આવશે.
કારભારીને પણ પરીક્ષા કરવાની હતી તે થઈ ગઈ. તેમ છોકરાઓને ભોંયરામાં રાખ્યા છે તે પણ મુંઝાતા હશે માટે હવે આ બાજી સંકેલી લેવી, એમ માની જુહારમિત્રને કારભારીએ કહ્યું કે તું બીડું ઝડપી રાજાની પાસે જઈને કહે કે કારભારીનો હું પત્તો આપું, પણ કારભારીને આ૫ ગુન્હેગાર ગણે છે તે ગુહે તેને