________________
અશરણ ભાવના કરવો જોઈએ કે નહિ ? બીજા કોઈનો ગુન્હ હોય તે ઠીક, પણ આ તે રાજ્યનો ગુન્હો. સાહેબ ! આ વખતે માફ કરો. મને બળતી લાયમાં હોમવાનું મોકુફ રાખે.
કારભારી–હે મિત્ર ! તારી હિમ્મત હોય તો જ મને રાખવાનું હું કહું છું, પણ બીક લાગતી હોય તો કંઈ નહિ. મારાં નસીબ મારી સાથે. પરાણે આપત્તિમાં હું કોઈને નહિ નાંખું. તમારી હિમ્મત નથી ચાલતી તે કંઈ નહિ, હું જઉં . તમારું શ્રેય થજે.
એટલું કહી કારભારી ત્યાંથી વિદાય થયા ત્યારે પર્વમિત્ર દિલગીર થતે થેડે સુધી મૂકવાને આવ્યો, અને બે આંસુ ખેરવતો કહેવા લાગ્યો કે હું હતભાગ્ય કે મારે ત્યાં તમારી મેળે તમે આશ્રય લેવા આવ્યા પણ હું સંયોગને વશે આશ્રય આપી શકશે નહિ. એમ વિવેક દર્શાવતું પર્વ મિત્ર પાછો વળ્યો અને કારભારી ત્રીજા જુહારમિત્રને ત્યાં ગયા. જુહારમિત્ર કારભારીને પિતાને ઘેર આવતા જેઈ સામે ગયો અને ઘણે આવકાર આપી કારભારીને ઘરની અંદર લઈ આવ્યા. ત્યારે કારભારીએ કહ્યું કે હું ઘણે દિલગીર છું કે આવા કટોકટીના વખતમાં હું તમારે પરોણે બન્યો છું. જુહારમિત્રે કહ્યુંઃ ગમે તે વખત હોય પણ તમારા આવવાથી હું ઘણો ખુશ થયો છું. કારભારીએ કહ્યું કે મારા ઉપર રાજ્યની આફત આવી પડી છે. મારે હાથે આવું..કામ બની ગયું છે. હવે આશ્રય લેવાને હું તારી પાસે આવ્યો છું. જુહારમિત્રે કહ્યું કે હે મિત્ર ! કોઈ જાતની હરકત નહિ આવે. જ્યાં સુધી મારા દેહમાં પ્રાણ છે ત્યાં સુધી હું તમારું રક્ષણ કરીશ. મારે ઘેર ચાલી ચલાવીને આજે આવ્યા તે તમે મારા પ્રાણ છે. તમારે બદલે હું મારા પ્રાણ અર્પણ કરીશ પણ તમને જફા લાગવા નહિ દઉં. ચાલો અંદર, એક ભોંયરામાં તમને સંતાડી મૂકું. એમ ત્રીજા મિત્રે એવી લાગણીથી કારભારીને આશ્વાસનની સાથે આશ્રય આપે.