________________
ભાવના-ચાતક
અને મર્મ ખુલ્યો થઈ જાય. પિોલીસના ગરમાગરમ પ્રહારથી ટાંટીયા નરમ પડી જાય, માટે હવે અહીંથી પલાયન કરે.
કારભારીએ વિચાર્યું કે અહીં તલમાં તેલ નથી. આ તે મતલબીચો મિત્ર; સુખનોજ સોબતી; ઠીક, ચાલ આગળ જઉં. એકની પરીક્ષા થઈ. હવે બીજે મિત્ર કેવો નીકળે છે તે જોઈએ.
“હે મિત્ર ! તારું ભલું થજે. તારાથી તાપ ન જીરવાય તે લે હું જાઉં છું.' નિત્યમિત્ર કહે “ભલે પધારો. આફત ઉતરે તે પાછા વહેલા પધારજો.” કારભારી ત્યાંથી ચાલ્યા કે નિત્યમિત્રે ઘરનાં બારણાં બંધ કરી દીધાં. મનમાં સમજ્યો કે બલા નીકળી. પેટ ચોળીને કણ પીડા ઉભી કરે ? સારું થયું કે ટુંકામાં સમજીને ચાલી નિકળ્યો, નહિતો ધક્કા દઈને કહાડ પડત. પણ અવસર ચેતી ગયો.
કારભારી નિત્યમિત્રને ઘેરથી નિકળી પરબારા પર્વમિત્રને ઘેર આવ્યા. ત્યાં પણ પોતાની વાત કારભારીએ જાહેર કરી મદદની માંગણી કરી.
પર્વામિત્ર--કારભારી સાહેબ ! આ વખતે ભારે મદદ કરવી જોઈએ. મિત્રની એ ફરજ છે કે વિપત્તિના વખતમાં ટેકે આપવો, પણ લાચાર છું કે મારી પાસે આપને સંતાડવાનાં સાધનો નથી. હું એક સાધારણ પંકિતનો બાળબચ્ચાંવાળો માણસ છું. જાતે નિર્વાહ કરનારો છું. જે હું તમને રાખું તો રાજ્યનું દબાણ મારા ઉપર થાય અને કામ ધંધાથી અટકું, એટલું જ નહિ પણ છેવટે વાત છાની ન રહે તો તમને પકડી જાય તેની સાથે મને પણ શિક્ષા થાય તો મારાં બૈરાં છોકરાં સર્વે રખડી પડે. માટે મહેરબાની કરી મારાં બાળબચ્ચાં ઉપર દયા રાખે તો ઠીક. બીજે ક્યાંય રક્ષણ થતું હોય ને તે કરો તે સારૂં.
કારભારી--પણ બીજે ક્યાં જવું તે મને સુઝતું નથી ! આ વખતે તું સહાય નહિ કરે તો બીજે કેણ કરે ?
પર્વામિત્ર––તે વાત ખરી, પણ મારે મારી શક્તિને વિચાર