________________
અશરણ ભાવના.
૫
સાહેબ ! આ શું એટલે! છે! ? રાજકુમારનું ખૂન ! ! કારભારીએ કહ્યું : ભાઇ ! ત્યારેજ કહું છું કે મારા કમ ફૂટવાં.
નિત્યમિત્ર——અરે સાહેબ ! આ તે ગજબની વાત કહેવાય. આવા મ્હોટા ગુન્હા હવે શી રીતે છાના રહેશે ?
બચાવ.
કારભારી—હે મિત્ર ! ગમે તે યુક્તિથી તું મને મારી મતિ મુંઝાઇ ગઇ છે. મને કોઇ દિશા સૂઝતી નથી માટે તારે આશરે આવ્યા છું. બોજી વાત પછી, પણ એક વાર તારા ધરમાં મને કયાંક સંતાડ; કેમકે વખતે રાજાના માણસે આવી પહોંચશે તા મને પકડી જશે.
નિયમિત્ર—સાહેબ ! તમે કહા છે તે ખરૂં છે પણ આમાં વિચારવા જેવું છે. તમે કહેવાએ રાજાના ગુન્હેગાર, તે પણ નાને સુના ગુન્હા નહિ પણ મેાટે ગુન્હો. ખબર પડી તેની ઘડીએ રાન્તના માણસા છૂટશે. મારી શક્તિ નથી કે હુ તેમનેા તાપ જીરવી શકું.
કારભારી—હું સંતાઇ ગયા હાઈશ એટલે શું ખબર પડશે કે કારભારી અહીં છે ? માટે હે મિત્ર ! આ વખતે તું મને મદદ આપ. નિત્યમિત્ર--હું મિત્ર ! આ વખતે તમે મને મારવા આવ્યા છે કે કેમ ? ખબર કેમ ન પડે ? સૌ સમજે છે કે આ કારભારીને નિત્યમિત્ર છે માટે એના ધરમાં હશે. મારે પેાલીસના હાથના માર ખાઈને છેવટે ધર બતાવવું પડે ત્યારે તમે પકડાઈ જાઓ અને મારે પણ મારા બૈરાં છેાકરાંની સાથે કેદમાં સપડાવું પડે. માટે આ સમયે મારાથી કંઇ મદદ આપી શકાશે નહિ. મહેરબાની કરી અહિંથી જલ્દી વિદાય થાઓ અને બીજા કાઈ ના આશ્રય લે.
કારભારી––અરે મિત્ર ! મેં તને આટલી મદદ કરી તે બધી ફાકટ ગઈ ? કંઈ શરમ પણ નથી આવતી ?
નિત્યમિત્ર––શરમને વખતે શરમ રાખીશ, પણ આવે વખતે શરમ હાય ? હમાં શરમ રાખવા જતાં ભરમ ભાગી જાય