________________
અશરણુ ભાવના.
७७
છેવટે શ્મશાન સિવાય બીજે નિવાસ નથી.
અ—મ્હોટી સત્તાવાળું રાજ્ય, લાંબા વિસ્તારવાળી પૃથ્વી, ઉપરીની ઈચ્છાને તાબે રહી કામ કરનારા નાકરા, હેરવાલાયક ઉંચામાં ઉંચા કિમ્મતી હારા, હાથણીની ગતિએ ચાલનારી મનને રમાડનારો સુંદર સુંદરીએ, આ બધું ચાલુ જન્મમાં પણ ત્યાંસુધી જ ઉપયાગી છે કે જ્યાંસુધી પૂર્વનાં સંચિત શુભક પુણ્યક પ્રબળ છે, અથવા જ્યાંસુધી મેાતની સવારી આવી હેાંચી નથી. હે ભદ્ર! પુણ્યને અંત આવતાં કે મેાતના સપાટે લાગતાં એક અરણ્ય કે શ્મશાન ભૂમિ સિવાય બીજું કાઈ પણ આ શરીરને આશ્રય નહિ આપે. (૧૬)
આ
આ
વિવેચન—આ પરિવર્તન તેા કેટલીએક વખત નજરે જોવાય છે, કે એક માણસને પુણ્યયેાગે વારસા તરીકે કે વગર વારસે રાજ્યની પ્રાપ્તિ થાય છે; બીજી તરફ તેના હરીફા કે દુશ્મનેાની તેનું રાજ્ય પડાવી લેવાની દુષ્ટ પ્રવૃત્તિ શરૂ થાય છે. આખરે દુશ્મના કાવે છે તેા નવા રાજા માસ છ માસ કે બાર માસની અંદર રાજ્ય ગુમાવી એસી ઉલટા કેદમાં સપડાય છે. અહા ! પરિવર્તન રાજ્ય ગુમાવી બેસનારને કેટલું દુ:ખપ્રદ થાય છે ? વખતે તે એમ જ ચ્છિશે કે થાડા વખતને માટે રાજ્યસંપત્તિની આ પ્રાપ્તિ થઇ તેના કરતાં ન થઈ હોત તો વધારે સારૂ હતું. વસ્તુના અભાવ કરતાં વસ્તુના વિયેાગ માણસના અંતઃકરણમાં ઉંડા ઘા મારતા જાય છે. એક માણસને અમુક વસ્તુ મૂળથી ન મળી હોય તેને તે વસ્તુના અભાવ હોય છે. તે અભાવ માણસને એટલા ખટકતા નથી, પણ આવેલી વસ્તુના પુનઃ વિયેાગ થાય તે વધારે ખટકે છે. એવી જ રીતે એક માણસને કોઈ જમીનના કકડા ભાગમાં આવે છે કે પૈસા ખરચી વેચાતા લેવામાં આવે છે, પણ પાછળથી તેના ખરા હકદાર બીજો કાઈ માણસ નીકળે છે અગર કોઈ ખટપટીયા માણુસા ખટપટ