________________
૮૨
ભાવના-નાતક. આવે છે અને પુનઃ ભવાંતરમાં જાય છે, ત્યારે સવાલ એ ઉત્પન્ન થાય છે કે જીવ ભવાંતરમાંથી અહીં આવે ત્યારે કંઈ સાથે લઈ આવે છે કે કેમ ? તેમ જ અહીંથી ભવાંતરમાં જતાં જીવની સાથે કંઈ જાય છે કે કેમ ? આનો ઉત્તર એક જ પ્રકારે આપી શકાશે કે જે ચીજ ભવાંતરમાંથી અહીં લાવી શકાય છે, તે જ ચીજ અહીંથી ભવાંતરમાં જતાં લઈ જઈ શકાય. અહીંથી ભવાંતરમાં ગયેલાઓની સ્થિતિ આપણે નજરે જોઈ શકતા નથી, પણ ભવાંતરમાંથી અહીં આવેલાની સ્થિતિ આપણે જોઈ શકીએ છીએ કે બાળક જન્મતી વખતે એક નગ્ન શરીર સિવાય બીજું કશું લાવતું નથી. નથી હોતાં તેની પાસે વસ્ત્ર આભૂષણો અને નથી હોતું હીરા માણેક મોતી સોનું રૂપું કે બીજું દ્રવ્ય. જોકે દેખીતી રીતે કંઈ પણ તેની પાસે જોવામાં આવતું નથી, પણ ખરી રીતે તેમ નથી. પુણ્ય પાપ કે શુભ અશુભ કર્મ તે સાથે લઈ આવેલ હોય છે, અને તદનુસારે જ અહી સુખ, દુઃખ, સંપત્તિ, વિપત્તિ, સાગ, વિયેગ લાભાલાભ, વગેરે પામે છે. જેમ પરભવમાંથી આ જીવ પુણ્ય પાપ લઈ આવે છે અને તે તેને ફળ આપે છે, તેવી રીતે આ ભવનાં પુણ્ય પાપ પરભવમાં સુખ દુઃખ રૂ૫ ફળ આપવાને જીવની સાથે જાય છે, એટલે આ ભવનો અંત આવતી વખતે ધન, માલ, મીલ્કત, હાથી, ઘોડા, રથ, હવેલી, સગાં-સંબંધીઓ એ બધાં
જ્યારે દૂર રહે છે, એમાંનું કઈ પણ સહાયકારક કે સહચારી બનતું નથી, ત્યારે પણ આ જીંદગીમાં કરેલ ધર્માનુષ્ઠાનેથી મેળવેલી પુણ્ય-સંપત્તિ જીવની સાથે આવે છે અને પરભવમાં દુઃખમાં દિલાસો આપી એક સાચા મિત્ર તરીકે સહાય કરે છે. અહીં એક દૃષ્ટાંત લઈએ.
દૃષ્ટાંત–એક રાજાને કારભારી દીર્ઘદર્શી અને બુદ્ધિશાળી હતો. એકદા તેણે વિચાર કર્યો કે “રાના મિત્રં ન દર્દ કૃતં વા” હું રાજાની નોકરી કરું છું. આજે રાજાની દૃષ્ટિ મારા ઉપર સારી