________________
અશરણ ભાવના. કહ્યું છે કે “સંચોર મૂરું નીવા પત્તા સુવપરાશ” અર્થાત્ નાશ પામનારો વસ્તુને સંગ જ દુઃખરૂપ વૃક્ષનું મૂળ છે. સંયોગરૂપ મૂળની હયાતી થતાં દુઃખપરંપરારૂપ પાંદડાં સ્વતઃ કુટી નિકળે છે. પુત્ર, પત્ની, મિત્ર, હાથી, ઘોડા, રથ, હવેલી, ધન-દોલત વગેરે ચીજોનો સંગ પૂર્વના પુણ્યનો છેડે ન આવ્યું હોય ત્યાં સુધી જ રમણીય રહે છે, પણ સાથે એ વાત પણ ચોકકસ છે કે ગમે તેટલું પુણ્ય હશે તો પણ તેની અવધિ–હદ બંધાએલી છે. અવધિ પૂર્ણ થતાં એક દિવસ અવશ્ય પરિવર્તન થવાનું જ. કદાચ વધારેમાં વધારે લાંબી સ્થિતિનાં પુણ્યો હશે તો પણ આયુષ્ય પૂર્ણ થતાં મોતને સપાટે લાગતાં તો જરૂર પરિવર્તન તે થવાનું છે. તે વખતે પોતાની કરી લીધેલી દરેક વસ્તુ, ભલેને તે વસ્તુ વિના એક ક્ષણ પણ ચાલી શકતું ન હોય તો પણ તે વખતે પ્રિયમાં પ્રિય વસ્તુ પણ છોડવી પડશે. હે ભદ્ર! તે વખતે બીજી વસ્તુઓની સાથે વહાલામાં વહાલું આ તારું શરીર પણ તારે ત્યજવું પડશે. અગર શરીરથી તારે છૂટા થવું પડશે. હ ભદ્ર ! તેં તારા શરીરને ગમે તેવાં લાડ લડાવ્યાં હશે અને તેની પૂરેપૂરી સાર સંભાળ કરી હશે, તેલ ફૂલેલ અત્તર નાંખી સુશોભિત બનાવ્યું હશે અગર પકવાનો મેવા મસાલા ખાઈ ખૂબ પુષ્ટ કર્યું હશે; પણ તારે વિયોગ થયા પછી તારા સગાં વહાલાં પુત્ર કે પની કોઈ પણ એક ક્ષણભર તારી બનાવેલી હવેલીમાં તને રહેવા નહિ આપે. વધારે નજીકનાં સંબંધીઓ વળી વધારે ઉતાવળ કરી તારા શરીરને ઘરથી બહાર કહાડશે! તારા ખરીદેલા ઘોડા હાથી કે રથ હશે પણ તેમાંનું કશું તારા શરીરને સ્વારીમાં ઉપયોગી નહિ થાય. માત્ર આડકાટના લાકડાની બનાવેલી ઠાઠડી જ તારા શરીરના વાહન તરીકે વપરાશે ! ! તે પણ સ્મશાનની ભયંકર ભૂમિમાં પહોંચતાં સુધી જ. આખરે તારા બાગ બગીચાની રમણીય ભૂમિ પણ આ શરીરને શરણ નહિ આપે, કિન્તુ અરણ્ય-જંગલમાં