________________
૭૮
ભાવના-શતકજમાવી બેટે લેખ અને ખોટા સાક્ષીઓ ઉભા કરી તે જમીન ઉપર દાવો કરી ઈન્સાફ આપનારના મનમાં જુદો જ અભિપ્રાય બંધાવી હુકમનામું કઢાવી પિસા ખરચનારની પાસેથી જમીનનો કકડો પડાવી લેવામાં આવે છે, પૈસા ખરચનાર પૈસા અને જમીન બંને ગુમાવવાની સાથે લેકમાં ગાંડો ગણાય છે ત્યારે તે બિચારાને કેટલું દુઃખ થતું હશે ? એક માણસને એક વખત મન માન્યા સારા નેકરે મળે છે કે બીજા તેના હરીફને ઈર્ષ્યા જાગૃત થાય છે તેથી તે
કરેને બદસલાહ આપી નસાડી દે છે. એકને એકદા પૈસા કે આભૂષણોની પ્રાપ્તિ થાય છે; છ મહીના કે બાર મહીના થતાં પાછો વ્યાપારમાં ધકકે લાગે છે કે કોઈ આસામી તુટે છે તેમાં પોતાની સર્વ દોલત દબાઈ જાય છે, એટલે મેળવેલાં આભૂષણે વેચવાને વખત આવી પુગે છે. એક માણસને મન ગમતી પ્રકૃતિને અનુકૂળ આફતમાં પણ આશ્વાસન આપનારી પતિવ્રતા સ્ત્રીનો પ્રેમ બંધાય છે, હદયની ગાંઠ જોડાય છે કે બીજી તરફ બેમાંથી એકને કાળનો સપાટ લાગે છે ત્યારે વિયોગ થાય છે. એક વરસે વ્યાપાર કે લોટરીમાં સારો ચાન્સ-લાભ મળે છે કે બીજે વરસે કાંતો શેઠ કે ભાગીદારનું મન બદલાઈ જાય છે અને કાંતો પોતે જ માંદો પડે છે, એટલે મળેલ લાભ જતો રહે છે ! આજના વખતમાં પ્રથમ તો માણસેનો ઉદય જ એ છે કે જેમ જેમ ઈષ્ટ વસ્તુની અધિક ઈરછા કરે તેમ તેમ ઈષ્ટ વસ્તુ દૂર ભાગતી જાય. કદાચ સ્વલ્પ પુણ્યનો યોગ થતાં તે વસ્તુની પ્રાપ્તિ થઈ તે તે પુણ્ય પણ એટલાં બધાં નહીં કે છંદગીપર્યત ઈષ્ટ વસ્તુનો સંગ કાયમ રહે. કોઇના પુણ્યની અવધિ છે મહીનાની હોય તે છ મહીના સુધી અને બાર મહીનાની હોય તો બાર મહીના સુધી અગર કંઈક વધારે જોર હોય તે બે પાંચ વરસ સુધી ઇચ્છિત વસ્તુને મેળાપ રહે છે અને પુણ્યની અવધિ પૂરી થતાં તરત જ ગમે તે કારણ મળતાં સંયોગ વિયોગના રૂપમાં બદલાઈ જઈ હૃદયને જખમી બનાવતે જાય છે. મહાવીર પ્રભુએ ખરૂં જ