________________
ભાવના-શતક
છે. હવે મને ખાત્રી થાય છે કે આ હિસાબે હું પોતે પણ અનાથ છું. મેં મારી સંપત્તિને માટે વૃથા અભિમાન કર્યું. માતરૂપી દુક્ષ્મનની આગળ ગમે તેટલી સંપત્તિ કે ગમે તેવી સત્તા હેય પણ તે તુચ્છ છે. તમે એક દઢ વૈરાગી અને ખરા ત્યાગી પુરૂષ છે. છતાં તમને ભેગની આમંત્રણ કરી એ મેં તમારે અપરાધ કર્યો, તેને માટે હું આપની ક્ષમા માગું છું અને આપને ધર્મ સાંભળવાને ઈચ્છું છું.
ત્યારપછી મુનિએ ધર્મધ આપે. તે સાંભળી શ્રેણિક રાજાએ ઘણી જ પ્રસન્નતાની સાથે પોતે તે ધર્મ સ્વીકાર્યો. મુનિની સ્તુતિ, બહુમાન, વંદના, નમસ્કાર કરી શ્રેણિક રાજા ત્યાંથી વિદાય થયા. મુનિ પણ મહીમંડળમાં અનેક ભવ્ય જીને પ્રતિબંધ પમાડી અંતરના દુશ્મનોને જીતી છેવટે નિર્ભય પદ પામ્યા. સનાથ થયા છતાં પણ બીજા લેકેને સમજાવવા માટે “અનાથ એવા નામથી જ તેઓ પોતાને ઓળખાવતા, અને તેમના ચરિત્રમાં અદ્યાપિપર્યંત અનાથી એવું નામ પ્રસિદ્ધિ પામ્યું છે.
જેની પાસે આટલી સમૃદ્ધિ હતી અગર મેટું રાજ્ય હતું, તે ગુણસુંદર અને શ્રેણિક રાજા જેવા પણ જ્યારે અનાથ હતા, ત્યારે સામાન્ય મનુષ્યોથી સનાથતાને દાવો શી રીતે ધરી શકાય ? (૧૫)
अन्तेऽरण्यमेवाश्रयः । राज्यं प्राज्यं क्षितिरतिफला किङ्कराः कामचाराः। सारा हारा मदनसुभगा भोगभूम्यो रमण्यः ॥ एतत्सर्व भवति शरण यावदेव स्वपुण्यं । मृत्यौ तु स्यान्न किमपि विनाऽरण्यमेकं शरण्यम् ॥१६॥