________________
અશરણ ભાવના
૭૫ દરેક જણ મને કેમ છે તે પૂછવા લાગ્યાં. મેં જ્યારે મને શાંતિ હેવાને જવાબ આપ્યો ત્યારે સર્વ ખુશ થયા અને કહેવા લાગ્યા કે અમારી માન્યતા ફળીભૂત થઈ. કેઈ તો કહે કે, મેં અમુક યક્ષની માન્યતા કરી હતી, કેઈ કહે અમુક માતાની માન્યતા કરી હતી, પણ મેં કહ્યું કે બીજા કોઈની માન્યતા ફળી નથી, માત્ર મારી જ માન્યતા ફળીભૂત થઈ છે. મારા માબાપે મને પૂછ્યું કે પુત્ર! તારી માન્યતા શું છે તે બેલ; પ્રથમ તારી માન્યતા પૂરી કરીએ. મેં કહ્યું “áતો ટૂંતો નિરામો gવરૂપ અળરિય” અર્થાત–મેં એવી માન્યતા કરી છે કે આ વેદના મટી જાય તે ક્ષમાનો પાઠ શીખી ઈકિયેનું દમન કરી આરંભ પરિગ્રહને છોડી અણગારપણું –સાધુધર્મ અંગીકાર કરું. આ વિચાર કરવાની સાથે મારી વેદના શાંત થઈ. માટે હવે હું મારું આત્મકાર્ય સાધીશ. કેઈએ પણ મારા કાર્ય વચ્ચે આડખીલ ન કરવી એટલી આપ સર્વેની કૃપા હું ચાહું છું. હે રાજન ! આ વિષય પરત્વે મારાં માબાપ અને સંબંધીઓની સાથે ઘણે સંવાદ ચાલ્ય, પણ આખરે સર્વેને સમજાવી મેં દીક્ષા અંગીકાર કરી ત્યારથી અનાથ મટીને હું સનાથ થયો છું. હવે મારા આત્માનું રક્ષણ કરું છું અને બીજા જીવોનું પણ રક્ષણ કરું છું માટે પિતાને અને બીજાનો નાથ થયો છું. આ ઉપરથી તું પિતે સનાથ છે કે અનાથ છે તેને જાતે વિચાર કરી લે. તું મને અત્યારે અહિ ભેગવિલાસના સાધનો આપવાને કહે છે, તેના કરતાં પણ વધારે મને મળ્યાં હતાં. સગાં, વહાલાં, મિત્રો પણ તેટલાં જ હતા, છતાં મને કોઈ દુઃખથી બચાવી શકયો નહિ, માટે હું અનાથ હતો. કહે તારામાં દુઃખ કે મેતથી બચાવવાની શક્તિ છે? મેટામાં મેટ દુશ્મન મોત અથવા કર્મો છે તેનાથી બચાવવાની તારામાં શક્તિ નથી, માટે મેં તને અનાથ કહ્યો હતો. હવે એ વચન તને. અસત્ય લાગતાં હોય તો પાછા ખેંચી લઉં.
શ્રેણિક–હે મહારાજ! તમારાં વચન સત્ય છે. મારી જ ભૂલ.