________________
૫૦
ભાવનાનાતક
धावन्त्यन्ये दिशिदिशि यथा स्वस्वरक्षाधुरीणाः । कालेनैवं नरि कवलिते कोप्यलं रसितुं नो ॥ १२ ।।
આ વિષયમાં એક દષ્ટાંત. અર્થ–ધારે કે આપણે એક જંગલમાં ગયા છીએ કે જે જંગલ વિવિધ પ્રકારની વનસ્પતિઓને ભંડાર છે. વધારે જનાવરોને સંચાર ન હોવાથી પુષ્કળ ઘાસ ઉગેલું છે. અહીં એક હરિને ટોળું આપણું નજરે પડે છે. જુઓ, આ ટોળામાં નહાનાં, મહેતાં ઘણાં હરણીયાં છે. કેટલાંક ચરે છે, કેટલાંએક ટગમગ સામે જોયાં કરે છે, કેટલાંએક કુદે છે અને ગેલ કરે છે, નિર્ભયપણે મરજી મુજબ ચરે છે અને ફરે છે. ત્યાં અટવીમાંનો એક વિકરાળ સિંહ આવ્યો. પેલા મૃગના ટોળા ઉપર તરાપ મારી એક સુંદર આશાથી ભરેલ મૃગના બચ્ચાને તે પકડે છે. અરે રે! જોતજોતામાં તે તે મૃગલું પેલા રાક્ષસી મહેઢાનું અતિથિ બની ગયું. તે વખતે તેનાં સહચારી બીજા મૃગ નહાનાં મોટાં ઘણાએ હતાં, પણ એકકે તેને બચાવવા ઉભું રહ્યું નહિ. જેને જેમ ફાવ્યું તે દિશાને ભાગે લઈ બધાએ નાસી ગયાં. તેવી જ રીતે માતરૂપી સિંહ જ્યારે એક માણસને કેળી કરી ઉપાડશે ત્યારે હેનાં મા-બાપ, ભાઈ-બહેન, પુત્ર-પુત્રી, પત્ની અને સગા સંબંધીઓ પૈકી કોઈ પણ હેને બચાવી નહિ શકે. (૧૨)
વિવેચન—આ દૃષ્ટાંતને વિષય ઉત્તરાધ્યયન સૂત્રના ૧૩ મા અધ્યયની ૨૨ મી ગાથામાંથી લેવામાં આવ્યો છે. તે ગાથા આ પ્રમાણે છે –
जहेह सिहो व मियं महाथ । મજૂ નાં નેક્ ટુ એવા