________________
-
અશરણ ભાવના. દરેકના નસીબ દરેકની સાથે હોય છે. એમ ધારી તૃષ્ણ કે લોભ ન રાખતાં સંતોષથી રહી મળેલી સંપત્તિને સદુપયોગ કરો. અંતે કરેલ ધર્મ જ ત્રાણશરણ થશે. (૧૪)
મુને માતા ! यस्यागारे विपुलविभवः कोटिशो गोगजाऽश्वा । रम्या रामा जनकजननीबन्धवो मित्रवर्गाः॥ तस्याऽभूनो व्यथनहरणे कोपि साहाय्यकारी । तेनाऽनाथोऽजनि स च युवा का कथा पामराणाम् ॥१५॥
એક મુનિની અનાથતા. અર્થ–જેના ઘરમાં પૈસાને કંઈ પાર નહોતો. જેને ત્યાં અપાર હાથી ઘોડા અને વાહન હતાં, મનને રમાડનારી નારી પણ જેને સાનુકૂળ હતી, માબાપ, ભાઈઓ અને કુટુંબીઓ પણ જેને પુષ્કળ હતાં, છતાં ગુણસુંદર (અનાથી મુનિનું પૂર્વ નામ) ના શરીરમાં જ્યારે અતુલ પીડા ઉત્પન્ન થઈ ત્યારે તેના દુઃખમાંથી ભાગ પડાવવાને કોઈ પણ મદદગાર થયો નહિ! ત્યારે તે યુવક ખાત્રીપૂર્વક માનવા લાગ્યો કે આટલું કુટુંબ હોવા છતાં ખરેખર હું અનાથ જ છું–કઈ પણ મહારા નાથ નથી. હે ભદ્ર! એક કોટિધ્વજ શાહુકારને પુત્ર પણ જ્યારે અનાથ જ ગણાય ત્યારે બીજા સામાન્ય જનોની તો શી વાત કરવી? (૧૫)
વિવેચન–જેની પાસે જીવનની જરૂરીઆત મેળવવાનાં કે ભોગવિલાસ પ્રાપ્ત કરવાનાં સાધને પૂરેપૂરાં ન હોય, જેને દુઃખ કે સંકટને વખતે સહાય આપનાર નજીકના સંબંધીઓ ન હોય તે તે અનાથ-અશરણુ ગણાય, પણ જેની પાસે તેવાં સાધને પૂરાં હેય તેને કેમ અનાથ-અશરણ ગણી શકાય ? આવી શંકા થવાનો