________________
અશરણુ ભાવના કર્યો હશે? ત્યાગ કર્યો હોય તે તે શા માટે? આવા અનેક પ્રશ્નો એક પછી એક રાજાના મનમાં ઉત્પન્ન થતા ગયા. આ પ્રશ્નોના ખુલાસા કરે તેવો બીજો કોઈ માણસ તેની પાસે હતો નહિ જેથી રાજા શ્રેણિક વાહનથી નીચે ઉતરી આ ભવ્યાકૃતિ પુરૂષની પાસે આવ્યા. ત્યાગી પુરૂષને નમન કરવાની પ્રણાલિકા જાણનાર રાજાએ બંને હાથના સંપુટ સાથે મસ્તક નમાવી શિષ્ટાચાર સાચવ્યો અને ત્યાગી યુવકનું લક્ષ્ય પિતા તરફ ખેંચવા વા વ્યાપાર શરૂ કર્યો. આ દિવ્યાકૃતિ પુરૂષ તે બીજા કોઈ નહિ પણ એક પંચ મહાવ્રતધારી મુનિ હતા. વૃક્ષ તળે એક આસન લગાવી શાંતિપૂર્વક સમાધિ દશામાં લીન હતા. રાજાએ પ્રશ્નાવલિની શરૂઆત કરી તે દરમ્યાન મુનિએ ધ્યાન પાળ્યું, અને રાજાની સાથે વાતચીત કરવી શરૂ કરી. રાજાએ પૂછયું કે આ તરૂણાવસ્થામાં ગૃહસ્થાશ્રમને ત્યાગ શા માટે કર્યો? શું તમારા ઉપર દુઃખ કે આફત આવી પડી હતી કે કોઈની સાથે તકરાર થઈ હતી ? મુનિએ કહ્યું કે હે રાજન ! કોઈની સાથે તકરાર થઈ નહોતી, તેમ બીજી કંઈ આપત્તિ પણ આવી પડી નહોતી. ગૃહસ્થાશ્રમ ત્યજવાનું કારણ માત્ર એક જ છે અને તે મારી અનાથતા–એટલે કે મારે કઈ નાથ-ત્રાણુ શરણુ નહતો તેથી મેં ગૃહસ્થાશ્રમમાં રહેવું દુરસ્ત ધાર્યું નહિ.
શ્રેણિક–શું તમે અનાથ હતા? તમને કઈ આશ્રયદાતા કે રક્ષણકર્તા માણસ ન મળ્યો?
મુનિ–હા, હું અનાથ હતો.
શ્રેણિક–આ વાત મને તો સંભવિત લાગતી નથી. આવું તમારું હૈદય, આવું તેજ, અને કોઈ આશ્રય આપનાર તમને ન મળે એ હે માની શકતો નથી. તો પણ તમે કહે છે તેથી કદાચ સત્ય હોય તે હે મહારાજ! તમને આશ્રયદાતા કે રક્ષણકર્તાની જરૂર છે ની ? તેવો કઈ શરણદાતા મળી જાય તો તમે સ્વીકાર કરે?