________________
અશરણ ભાવના
કરેડ પાયદળ લશ્કર છે. તે સિવાય મારા ભંડારમાં અખૂટ દોલત છે. હું ધારું તે વસ્તુ મેળવી શકું. કઈ પણ ભેગની ચીજ મારા માટે અલભ્ય નથી. ગમે તે દુશ્મન હોય પણ મારી સામે લડવાની કોઈની હિમ્મત નહિ ચાલે, માટે તમે જરી વિચાર કરીને બેલે. જેને તેને અનાથ કહી દેવામાં તમે તમારી અજ્ઞતા–ભ્રમિતતા યા અવિવેકિતા સાબીત કરે છે.
મુનિ–હે રાજન ! હું મારી અજ્ઞતા જાહેર કરું છું કે તું તારી અજ્ઞતા જાહેર કરે છે એ તો ત્રીજે કઈ મધ્યસ્થ માણસ હોય તો કહી શકે, પણ હું થોડું ખ્યાન તારી પાસે કરીશ, તે સાંભળ્યા પછી તું પતે પણ કબૂલ કરી શકીશ કે અજ્ઞ તું પોતે જ છે. પ્રથમ તો અનાથ શબ્દ કેવા અભિપ્રાયથી વપરાય છે તે પણ તું સમજતો નથી. મારા ઘરમાં સમૃદ્ધિ નહોતી કે કોઈ કુટુંબી નહોતા તેથી હું અનાથ છું કે બીજી રીતે અનાથ છું તે પણ તું સમજી શક્યો નથી.
શ્રેણિક–ત્યારે અનાથ શબ્દનો શો આશય છે અને તમે કેવી રીતે અનાથ થયા તે મને સંભળાવશે?
મુનિ–હે રાજન ! નું વિક્ષેપ દૂર કરી શાંતિપૂર્વક સાંભળીશ તો હું ખુશીની સાથે સંભળાવીશ.
શ્રેણિક-મને કોઈ જાતનો વિક્ષેપ નથી. હું તે વાત ધીરજથી સાંભળવાને તૈયાર છું, માટે આપ સંભળાવો.
મુનિ–હે રાજન! મારૂં પિતાનું ચરિત્ર મારે પિતાને મુખે વર્ણવવામાં આત્મશ્લાઘા જેવું જણાશે, પણ અનાથતા અને સનાથતાને ખરો અર્થ સમજાવવા માટે તે માર્ગ લીધા સિવાય છૂટકો નથી. હું મૂળ કેશાંબી નગરીનો રહીશ છું. મારા પિતાનું નામ ધનસંચય છે. તેઓ કશાંબી નગરીમાં એક આબરૂદાર ગૃહસ્થ છે. રાજ્ય અને પ્રજા ઉભય વર્ગમાં મારા પિતાનું માનપાન ઘણું સારું છે. મારા પિતાના ખજાનામાં દોલત એટલી છે કે તેની ગણત્રી