________________
૭ર
ભાવના-શતક કરું છું. મારી પાસે એવી અકસીર દવાઓ છે કે મેં જે દદીને હાથમાં લીધો છે તે કોઈ મારી પાસેથી આરામ પામ્યા વગર ગયો નથી. છતાં કેઈની પાસેથી મેં પૈસા લીધા નથી. ચાલે, તમારા દીકરાની તબીયત તપાસું. એમ કહી તે મારી પાસે આવી મારી નાડી હાથમાં લઈ બોલ્યા, હે શેઠ ! આ છોકરાને રોગ કંઈ પણ નથી, પણ એને તો વળગાડ છે. એક દુષ્ટ વ્યંતર એને વળગે છે. મારા બાપે કહ્યું કે હે વૈદ્યરાજ ! તેનો ઉપાય પણ તમારી પાસે તે હશે જ. વૈદે કહ્યું, હા છે તે ખરે, પણ તેના ઉપર વધારે ઉપાયો નથી. મારા બાપે કહ્યું, વધારે ઉપાયોનું શું કામ છે ? એક ઉપાય તો છે, એથી જ મટે તો બીજાની શી જરૂર છે? વૈદે કહ્યું: એક ઉપાય છે તો અકસીર પણ મારા બાપે કહ્યું વળી પણ તે શું? બોલતાં કેમ અચકાઓ છે? વૈદે કહ્યું કે તે ઉપાય જરા આકરો છે. એ ઉપાયથી આ છોકરાના શરીરમાંથી વ્યંતરનો પ્રવેશ કહાડી શકીશ, પણ તે દર્દ લેવાને બીજે એક માણસ તૈયાર થી જોઈએ. આ વ્યંતર એવો દુષ્ટ છે કે જીવ સાટે જીવ લે તેમ છે. એકને ઉગારું તો તેને બદલે બીજા એક જણે મરવાને તૈયાર થવું જોઈએ.
આ સાંભળી થોડી વાર તો બધા વિચારમાં પડી ગયા. કેટલાએક તો એમજ માનવા લાગ્યા કે આ વૈદ્ય ગપાછુકી છે. એમ તે કંઈ બનતું હશે? પણ જેવા તો ઘો, એમ ધારી કહેવા લાગ્યા કે વૈદ્યરાજ ! તમે ગુણસુંદરના શરીરમાંથી રોગ કહાડો, પછી જેને કહેશે તે લેવાને તૈયાર છે. અમે બધા અહીં હાજર ઉભા છીએ. વૈદે કહ્યું, પછી ફરી શકાશે નહિ, વિચારીને બેલજે. બધાએ કહ્યું કે હા, અમે વિચારીને જ બોલીએ છીએ. આટલું ચોક્કસ કરીને વૈદ્યરાજે સર્વને એારડામાંથી બહાર કાઢયા. બારણું બંધ કરી દીધાં. મારા શરીર ઉપર એક બારીક વસ્ત્ર ઓઢાડી વૈદ્ય કંઈ