________________
૭
અશરણ ભાવના.
બગીચો અને મનુષ્યો, ઝાડ અને પક્ષીઓ વગેરે અનેક દાખલાઓ આપી તેણે મને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ હું તેની વાત કરી પણ લક્ષ્યમાં લેતા નહિ. મેં તો મારો બાંધેલો અભિપ્રાય જ ખરો માની લીધું હતું. મારો મિત્ર આટલું બધું મને શા માટે કહે છે તે હું ત્યારે સમજ્યો નહોતો. છેવટે મારે મિત્ર મારી સાથે માથાકુટ કરી થાક, અને મારી પાસેથી રજા લીધી કે હું હમણું બહાર જવાનું છું તેથી કેટલાક વખત સુધી તારી પાસે નહિ આવી શકું. હે રાજન ! મારો મિત્ર મારી પાસેથી ગયો કે તરત જ અચાનક મને અંગે અંગે વેદના ઉત્પન્ન થઈ. હાડની અંદર કોઈ એવી જાતની પીડા ઉપડી કે પાણી વિના માછલી તરફડે તેમ તરફડીયાં ખાવા મંડળ્યો. ઘડીકમાં પલંગ ઉપર અને ઘડીકમાં જમીન ઉપર આળોટવા લાગે, પણ કયાંય સુખ પડે નહિ. જાણે અંદરથી કેઈસેયા ઘોંચતું હોય તેવી પીડા થવા લાગી. થોડીવારમાં મારા ઘરના અને કુટુંબના બધા માણસો એકઠા થયા. દરેક જણ મારી સારવાર કરવા લાગી ગયા. કઈ વૈદ્યને તો કોઈ હકીમને, કોઈ જેશીને તો કોઈ ભુવાને તેડાવવા કે પુછાવવાની સલાહ આપવા લાગ્યા. એક પછી એક વૈધો હકીમો વગેરે સર્વે આવી ચિકિત્સા કરી દવા આપતા ગયા, પણ કંઈ ફેર પડ્યો નહિ. જોશી ભુવા વગેરે સર્વે થાકી ચાલ્યા ગયા, પણ કેઈથી આરામ થશે નહિ. વખત ઘણો થયો. વેદના ભોગવીને હું તે કાયર થઈ ગયે કે આના કરતાં માત આવે તો સારું. ઘરના માણસો પણ બધા કંટાળી ગયા. હું દિવસ અને રાત એવી રાડો પાડતો કે કોઈ જંપવા પામતું નહિ. આવી સ્થિતિમાં એક પરદેશી વેલ આવ્યો. તે દેખાવમાં જેવો સુંદર હતો તે જ ચાલાક પણ જણાતો હતો. મારા બાપે તે વૈદ્યને બોલાવ્યો અને કહ્યું, કે મારા દીકરાને આરામ કરી ઘો, હું તમને મેં માંગ્યા દામ આપીશ. વૈવે કહ્યુંઃ દામની શું કામ વાત કરો છો? હું તે પરમાર્થે દવા