________________
૬૮
ભાવના-રાતક
મુનિ—કેમ નહિ ?
શ્રેણિક—ત્યારે તેા બહુ જ સારૂં. ચાલા મારી સાથે, મને તમારા ઉપર અત્યંત સ્નેહ-વ્હાલ આવે છે. હું તમને મારી સાથે જ રાખીશ. દરેક રીતે તમારૂ રક્ષણ કરીશ અને હું તમારા નાથ અનીશ. કા પણ રીતે તમારી ઈચ્છામાં ન્યૂનતા રાખવા નહિ દઉં. મનપસંદ મ્હેલ હાડી આપીશ, દામ, દામ અને દરેક હામ હું પૂરી પાડીશ. પછી કઈ છે? ચાલા કરા સંસારની સ્કેલ.
મુનિ—હે રાજન ! તું આમંત્રણ પછી કરજે. એક વાર તારા પેાતાના તા તું વિચાર કર.
શ્રેણિક—એમાં વિચાર શા કરવાના હતા ? મારી પાસે પૂરતું સામર્થ્ય છે, પૂરતી સમૃદ્ધિ છે, ગમે તેવા દુશ્મનની સામે થવાને મારી પાસે જોઇએ તેટલું બળ છે. કદાચ કાઈ તમારા દુશ્મન હશે તા તેનાથી તમને બચાવવાની મારામાં શક્તિ છે.
મુનિ—હે રાજન ! સબુર કર, સબુર કર! ખેાલવામાં બહુ આગળ વધી જાય છે. વિચારની સીમાનું ઉલ્લંધન થાય છે. અભિમાનના આવેશમાં ભાન ભૂલી જવાય છે. મારા દુશ્મનથી મને અચાવવાની તારામાં શક્તિ તે નથી, પણ તારા દુશ્મનથી તને પેાતાને બચાવવાની પણ તારામાં શક્તિ નથી ! મારા અને તારા તેના દુશ્મનની આગળ તું દીન-રક છે, માટે હું ભાર દઈને કહું છું કે જેમ હું અનાથ હતા તેમ તું પોતે પણ અનાથજ છે. તું પેાતે અનાથ હાઈને બીજાના નાથ શી રીતે થઈ શકીશ ?
શ્રેણિક—મારી પાસે કેટલું લશ્કર છે, મારૂં કેવુ' ખળ છે, મારી કેવી ખ્યાતિ છે, તેની તમને ખબર નહિ હૈાય; તેથી મારા ઉપર અનાથતાના જૂઠે આરેાપ મૂકા છે. હે મહારાજ! સાંભળેા. મારી પાસે ૩૩ હજાર હાથી, ૩૩ હજાર ધાડા, ૩૩ હજાર રથ અને ૩૩