________________
ભાવના-શતક સંભવ છે. તે શંકા દૂર કરવાને એક દષ્ટાંતની અત્ર જરૂર છે, તે પણું મન કલ્પિત નહિ કિન્તુ સૂત્રસંમત. આ કાવ્યમાં ઉત્તરાધ્યયન સૂત્રના વશમાં અધ્યયનમાં દર્શાવેલ એક મુનિનું દૃષ્ટાંત જવામાં આવ્યું છે, તે દૃષ્ટાંત આ પ્રમાણે છે.
દષ્ટાંત–રાજગૃહી નગરીના રાજા શ્રેણિકને એક મંડિતકુક્ષિ નામે બગીચો હતો. નવાં નવાં વૃક્ષ, લતાઓ અને મંડપોની વ્યવસ્થાથી તેની શોભા અનુપમ દેખાતી હતી. એક વખતે શ્રેણિક રાજા પોતાના રસાલાની સાથે મંડિત કુક્ષિ બાગ તરફ ગયા. બગીચામાં પ્રવેશ કરતાંની સાથે રાજાની દૃષ્ટિ એક દૂરના વૃક્ષ તરફ ગઈ. ત્યાં વૃક્ષની નીચે કંઈ તેજસ્વી સ્વરૂપે જોવામાં આવ્યું. આ તેજસ્વી સ્વરૂપ કેવું હશે તે જાણવાની ઈછા ઉત્પન્ન થઈ તેથી રાજાની સ્વારી તે તરફ ચાલી. જેમ જેમ આગળ વધ્યા તેમ તેમ રાજાના મનમાં સંશયની ઉમિઓ બદલાતી ગઈ. પ્રથમ દૂરથી દેખાતી વસ્તુ કોઈ દિવ્યાકૃતિ હશે એવો તર્ક થયો હતો પણ નજીક ગયા પછી જણાયું કે આ તો મનુષ્ય છે, પણ તેનું સૌંદર્ય અલૌકિક છે; શું હેને આકર્ષક ચહેરે છે ! અહા શું તેના દેહની દીપ્તિ છે ! કેવી મનહર તેની આંખો છે ! તેના ગુલાબી ગાલ અને અર્ધચંદ્રાકાર કપાળ જેનારને વિસ્મય પમાડે તેવાં છે. તેની આકૃતિ સુંદર છે એટલું જ નહિ પણ “માતિજન વધતિ” એ ન્યાયાનુસાર ગુણે પણ તેવા જ ભાસે છે. તેની શાંત મૂર્તિ અને સમાધિ દશા પણ તેવી જ ઉત્કટ છે. પણ આ પુરૂષ કોણ હશે? આવી શરીરસંપત્તિ અને તરૂણાવસ્થા છતાં તેની પાસે ભેગનાં કાંઈ સાધનો કેમ નથી? તેની પાસે વસ્ત્રાભૂષણે, નોકર ચાકર, વાહન વગેરે કંઈ પણ દેખાતું નથી; શું એની આવી જ સ્થિતિ હશે? તે પણ કેમ સંભવે ? એના લલાટના તેજ પ્રમાણે એ પુરૂષ ભાગ્યશાળી હોવો જોઈએ અને સંપત્તિ મળેલી હોવી જોઈએ, પણ તે સંપત્તિનો શું એણે ત્યાગ