________________
અશરણ ભાવના. મારી ખાનગી મૂડી છે. ડોસાએ કહ્યું, બહુ સારૂં. બીજે દિવસે પેલા સનીએ એક મજબૂત ઈસકતરામાં ગોળ ગોળ પથરાઓ ભરી ઉપર રૂ અને રેશમ નાંખી સુગંધી તેલ અત્તર છાંટી પેક કરી એક મજુર પાસે ઉપડાવી ડોસાને ઘેર પહોંચતી કરી. ડોસાને કહ્યું કે તમારું જોખમ હવે સંભાળ; ઘણું વરસ સુધી મેં રાખ્યું, હવે તમારી અવસ્થા તેમ મારી પણ અવસ્થા થઈ છે, માટે આ કંચી અને આ પેટી સંભાળી લેજે. ડોસાએ તે પેટી પિતાના ખાટલા નીચે રખાવી, પણ આ પેટીથી સૌ કોઈ ચકિત થઈ ગયા કે ડોસાની પાસે ખાનગી મૂડી હજુ છે ખરી ! નાના નાના છોકરાઓએ ડોસાને પૂછયું કે બાપા ! આમાં શું છે ? ડોસાએ કહ્યું કે મારી કમાણીની લાખોની મીલકત આમાં છે. આથી ડોસાની કિસ્મત વધી. વહુ આવી કહેવા લાગી, ભાભાજી! તમારાં લુગડાં બહુ મેલાં થયાં છે માટે આ નવાં પહેરે, લાવો, આ હું ધોઈ આવું. બીજી વહુ ડોસાને ખાવાનું કહેવા આવી. ચાલો ભાભાજી! ઉને શીરો છોકરા માટે કર્યો છે તે તમે જમી લ્યો, ત્રીજી વહુએ ભાભાજીનો ખાટલો ગોદડાં બદલાવી એક મોટો ગડેલો અને સારો ઢોલીયો નાંખી દીધે. એમ દિવસે દિવસે ભાભાજીની ભક્તિ વધતી ગઈ. ભાભાજી પણ સૌને આશા બંધાવતા આવ્યા કે તમારે સારૂ એક કિસ્મતી હાર આ પેટીમાં રાખ્યો છે. ઉપર તમારું નામ લખ્યું છે. કોઈને સાંકળી, ઈને ઠે, એમ એકેકને આશા બંધાવતા ગયા. ભાભાજીની સેવામાં એક નોકર રાખે છે જે શરીરનું દરેક કામ કરે, પગચંપી કરે. ભાભાઇ હવે એટલા ખર્ચથી અટકયા નહિ, કિન્તુ આગળ વધીને ધર્માદા પણ કરવા લાગ્યા. છોકરાને કહ્યું કે તમે પૈસા આપે છે કે આ પેટીમાંથી એક નંગ વેચી નાંખું ? છોકરાઓના મનમાં એમ કે નંગની કિસ્મત હમણાં બહુ નહિ આવે, માટે રોકડા પૈસા આપણે આપતા રહીએ. આ પિટી તે છેવટે આપણી જ છે ને! આમ આજે