________________
અશરણ ભાવના. કરી સંચય કરતો. છેવટે દીકરા મહેટા થયા અને તેમને ઘેર પણ દીકરા થયા. બરાઓમાં કજીયા થવા લાગ્યા એટલે ચારે છેકરા જુદા થયા. ડોસાની મેળવેલી મીલ્કત ચારે ભાઈઓએ વહેંચી લીધી. ડોસાએ પણ વિશ્વાસ રાખી બધું ચારે દીકરાઓને સેંપી દીધું. ડોસાને જમવા માટે ચાર છોકરાએ વારા કર્યા. જ્યાં સુધી થોડું પણ કામ થતું ત્યાં સુધી તો દીકરાઓ હોંશે હોંશે ડોસાને પિતાને ઘેર રાખતા અને જમાડતા, અને ડોસાની પાસેથી તેટલું કામ પણ લેતા હતા. તે ડેસીને કામ કરવાનું ન કહે તે પણ ડોસાથી બેસી રહી શકાય તેમ ન હતું, તેથી સ્વાર્થ સુધી તે ડેસાની ઠીક ઠીક ચાકરી થતી હતી અને વારા બરાબર સચવાતા હતા, પણ થોડા વખત પછી ડોસાની નજર બંધ થઈ-આંખે અંધાપે આવ્યો એટલે કામકાજથી અટક્યા. શરીરની શક્તિ પણ ઘડપણને લીધે ક્ષીણ થઈ, જેથી બીજે ક્યાંય જવાય અવાય પણ નહિ. આખે દિવસ ઘરમાં બેસી રહેવાનું થાય. હવે ડેરાની કિસ્મત ઘટી. કરા કે છોકરાની વહુઓ કોઈને પણ હવે ડોસાની વાત ગમતી નહિ. છોકરાના છોકરાઓ તો ડોસાની મશ્કરી કરવા લાગ્યા. કોઈ પાઘડી સંતાડે, કેઈ લાકડી ઉપાડી જાય, કોઈ કાછડી કાઢી નાંખે, આથી ડેટાને સ્વભાવ ચીડીયો બન્યો. છોકરાઓને મારવા દોડે તેથી ઘરના માણસોની અપ્રીતિ થઈ. ડોસાએ અગાઉ બધાના ઉપર હુકમ ચલાવેલ, તેને બદલે તેમને હુકમ ઉઠાવવાનો વખત આવ્યો તે વાત ડોસાને પસંદ પડે નહિ. એટલે અંદર અંદર બોલાચાલી થવા માંડી. સૌ એક તરફ અને ડોસે એક તરફ. ડોસાને પક્ષ કેશુ પકડે ? આથી ડોસાની ફજેતી થવા માંડી. ઘેરથી વહુઓ છોકરાઓને કહે કે જાઓ, ભાભાઇને દુકાને ઘસડી જાઓ. દુકાને જાય એટલે છોકરાઓ કહેશે કે અહીં તમારું શું દાટયું હતું કે લેવાને આવ્યા ? જાઓ જાઓ ઘરે મરની ! શું શું કરીને અહીં બેસવાની જગ્યા ખરાબ કરશો.