________________
ભાવના-ચાતક.
જ્યાં સુધી છોકો પર હેત નથી ત્યાં સુધી હજુ કંઈક માબાપની આજ્ઞામાં રહે છે, સેવા ચાકરી કરે છે, પણ પરણ્યા પછી સ્ત્રીના મેહમાં લપટાઈ છોકરે માબાપની સામે થાય છે. સ્ત્રીની ઉશ્કેરણીથી માબાપને ઉપકાર ભૂલી જઈ અપકાર કરવા મંડી જાય છે. માને ડોકરી અને બાપને ડેકરે કહી બોલાવે છે. મોઢેથી ગમે તેમ એલ ફેલ બોલે છે, તેમની મશ્કરી કરે છે, પિતાની સ્ત્રી જ્યારે તેમની સાથે કજીયો કરે છે ત્યારે પોતે પણ સ્ત્રીની મદદમાં ઉભું રહી માબાપને તિરસ્કાર કરે છે. “સાઠી ને બુદ્ધિ નાઠી, ઉમર થઈ અને ગત ગઈ.” એવા શબ્દો પિતાની જનની અને જનક માટે વાપરે છે. પોતે બે માણસે જમી લઈ એઠું જુઠું રહે તે માબાપને ખવરાવે છે. તેમાં પણ હજી જ્યાં સુધી ઘરનું કામકાજ કરી શકે તેવી સ્થિતિમાં માબાપ હોય છે ત્યાં સુધી તો કંઈક પણ ભાવ પૂછાય, પણ જ્યારે બિચારાં તદ્દન પરવશ થાય છે, ત્યારે તે તેમની અથડાઅથડી થવા માંડે છે. ઘેરથી દુકાને અને દુકાનથી ઘર વચ્ચે રખડપટ્ટી કરવામાં જ દિવસ પસાર થાય છે.
દુષ્ટત–અહીં એક અનુભવસિદ્ધ દષ્ટાંત આપવું ઉચિત ગણાશે. એક ડોસાને ચાર દીકરા હતા. તે ચારેને ડોસાએ પૈસા ખરચી જૂદે જુદે સ્થળે પરણાવ્યા હતા. ડોસાથી જ્યાં સુધી કામ થઈ શકતું હતું, ત્યાં સુધી તે કદી એક ઘડી પણ જંપીને સુખે બેઠે નહોતા. કેઈ સાધુ સંત તેને ધર્મ કે પરેપકાર કરવાનું કહે તો તે તેમના ઉપર રોષ ધરતો અને ખોટું લગાડતે હતો, અને તેને ઉત્તર એવી રીતે વાળતો કે તમે તે નવરા છે. તમારે તે કઈ શાહુકારને ઘેર જઈ “પત્ર પૂર અને વિદને દૂર કરવું છે. અમારાથી કાંઈ તેમ થઈ શકશે? આટલું આટલું મારું કામ છે. તેથી ધર્મ કેમ કરી શકું ? આખી ઉમ્મર રળી રળી પૈસા એકઠા