________________
પ૮
લાવનારતક
હિં પુત્રા ક્ષત્તિ येषामर्थे सततमहितं चिंतयस्यात्मनोपि । कृत्याकृत्यं गणयसि पुननैव पापं च पुण्यम् ॥ गाढं धलि लिपसि शिरसि प्राणिनो हंसि चान्याकिं ते पुत्रा नरककुहरे भागभाजस्त्वया स्युः ॥१४॥
શું પુત્રે બચાવી શકશે? અર્થ–જે પુત્રને માટે રાત દિવસ પૈસાની ધાખના રાખે છે, તેમાં આત્માના હિત કે અહિતને વિચાર સરખો પણ કરતો નથી, કર્તવ્ય-અકર્તવ્યને પણ ખ્યાલ કરતો નથી, મેહ અથવા એકલપેટા રાગને વશે અનેક ધણીઓને સંતાપ ઉપજાવી અનેક માણસનાં કાળજાં ફફડાવી, નિરંતર માથામાં ધૂળ નાંખ્યા કરે છે, બીજની આજીવિકા તેડી નાંખે છે; હે વૃદ્ધ પુરૂષ ! જ્યારે હારા કાળાં કર્મો કુહાડે લઈ હારી ખાંધે ચડી બેસશે અને નરક ગતિમાં પ્રયાણ કરાવશે ત્યારે હારા તે પુત્રો શું એક ક્ષણ પણ બચાવી શકશે? નહિ રે નહિ. ગમે તેટલા પૈસાવાળા થએલા પણ હારા પુત્ર હને નહિ બચાવી શકે. (૧૪)
વિવેચનભાઈઓના મોહને વશે મનુષ્યો જે અનર્થદુષ્ક કરે છે તેના કરતાં પુત્ર ઉપરના મોહથી ઘણું વધારે દુષ્ક કરવાને કેટલાએક મનુષ્યો ઉદ્યત હોય છે. યદ્યપિ બ્રાસ્નેહ અને પુત્રસ્નેહ એ ચીજ તદ્દન નિરૂપયેગી નથી, અને તેથી બ્રાસ્નેહ કે પુત્રનેહ ન રાખવાને અહીં ઉપદેશ આપવામાં નથી આવ્યો, કિન્તુ તે સ્નેહને લીધે અયોગ્ય તષ્ણુ અને તેને લીધે જ કરાતાં અનર્થો– પાપાચરણ ન કરવાને ઉપદેશ અહીં આપવામાં આવ્યો છે. બ્રાતસ્નેહ કે પુત્રનેહને ખરો અર્થ એટલો જ હોઈ શકે કે, તેમનું