________________
ભાવના-શતકછોકરાઓ, બાપાને ઘેર તેડી જાઓ ! એમ ઘેરથી દુકાને અને દુકાનેથી ઘર વચ્ચે ભાભાજી અથડાવા લાગ્યા. ડોસાને બેસવા એક નાની સરખી ઓરડી કાઢી આપી હતી તેમાં તેનો એક ખાટલો પડ્યો રહે. ઓરડીમાં કચરાના તો ઢગલા પડયા હતા. સાફસુફ કોણ કરે? ખાટલામાં માંકડ અને ચાંચડને પાર નહોતો. લુગડાં પણ મેલાં થઈ જાય તો પણ કોઈ બદલાવવાનું કહેતું નહિ. હજામત પંદર દિવસે કે મહિને દિવસે થાય તો ડોસાનું સુભાગ્ય! આટલું છતાં પણ ખાવામાં મુશ્કેલી પડવા માંડી. ઘરનાં બધાં માણસે જમી રહે ત્યાં સુધી પણ ડોસાના ખબર કેઈ ન પૂછે. એક વખત તે બાર ઉપર એક વાગ્યે, ત્યાં સુધી ડોસાને જમવાનું કેઈએ કહ્યું નહિ. ડોસાને ભૂખ પણ ખૂબ લાગી હતી એટલામાં માટે દીકરે ત્યાંથી નિકળ્યો; ડોસાએ બેલાર “ અલ્યા ભાઈ, એ કોણ છે ?” છોકરે બેઃ “છે શું? આ દિવસ કોણ છે, કોણ છે, શું કરી રહ્યા છો ? છાનામાના મરોની!” ડિસાને મિજાજ હવે તપી ગયો. “અલ્યા ગધેડીના ! મને જમવાનું આજે કયાં છે? એક વાગ્યા તોએ હજી જમવાનું ઠેકાણું નથી.” મોટા દીકરાએ તપાસ કરી તે સૌ કહેવા લાગ્યા કે આજે અમારો વારો નથી. અમારે ઘેર તો કાલે જમી ગયા છે. છેવટે મેટા દીકરાએ પોતાને ઘેર ડોસાને જમાડજો, પણ ડોસાના મનમાં હવે એટલું દુઃખ થવા લાગ્યું કે આ કરતાં મરી જઉં તે સારું. આ દુઃખ હવે ખમાતું નથી. મેં પૈસે મારી પાસે રાખ્યો નહિ તેમ કંઈ ધમદામાં પણ ખરએ નહિ. આ હરામખોરોના હાથમાં પૈસે સેંપીને હું ફજેત મૂઓ, પણ હવે શું થાય ? એમ ખેદ કરે છે એટલામાં ડોસાનો ભાઈબંધ એક સોની તેને મળવા આવ્યો. સેની પાસે ડેસાએ પોતાનું દુઃખ કહી સંભળાવ્યું. સનીએ હેને ઉપાય બતાવ્યો કે કાલે બધા છોકરા ભેગા બેઠા હશે ત્યારે હું એક પેક કરેલી પેટી લાવીશ, અને તે બધાને કહેજે કે એમાં