________________
અશરણ ભાવના
હ
યથાયિત પાલન કરવું, શિક્ષણ આપવું, લક્ષ્મી કરતાં સદ્ગુણીને વારસા આપવાની વધારે કાળજી રાખવી, અન્યાય અધમ અને અત્યાચારથી તેમને અટકાવવા, વ્યવહાર અને પરમાર્થનું સરૂં બરાબર ઉપાડી શકે તેવા લાયક બનાવવા, તેમાં જ પુત્રસ્નેહની સાર્થકતા થઈ જાય છે. તેથી તેનાથી આગળ વધીને પુત્રાને શ્રીમત બનાવવાની ઉત્કટ લાલસા રાખી પાતે અન્યાય અધમને માર્ગે ચાલવું અને પુત્રને તે માર્ગે ચાલવાનું શિખવવું, પોતે અત્યાચાર સેવા અને ખીજાઓને તેનું અનુકરણ કરાવવાનું શિખવતા જવું, તે પુત્રસ્નેહના દુરૂપયાગ ગણી શકાય. આ સ્નેહને સ્નેહ નહિ પણ માહુ કહી શકાય. તેવા માહમુગ્ધ મનુષ્યા પણ અંતમાં અભિલાષા તેા સુખની જ રાખે છે. તે પણ કેવળ આ ભવના જ સુખની નહિ, કિન્તુ પરભવના સુખની પણ અભિલાષા તેમને હાય છે, એટલું જ નહિ પણ પેાતાના પુત્રને માટે પણ જે કાંઈ કાળાં ધાળાં કરે છે તે પણ વૃદ્ધાવસ્થામાં પુત્ર તરફથી તેને બદલે સુખ અને શાંતિમાં મળે તેવી આંતરિક અભિલાષા રાખીને કરે છે! પણ પરિણામે તેમાં તે અને વાતે છેતરાય છે. આ ભવમાં પણ તેઓ હાય વાય કરી, છેવટ જતાં પુત્ર આદિની અપ્રીતિને પાત્ર અને છે અને પરભવમાં તેઓ ક્રુતિમાં પ્રવેશ કરે છે. તેવા મનુષ્યને ચેતવણી આપવાને આ કાવ્યમાં ઉપદેશ આપવામાં આવ્યા છે કે આ જગત્માં દીકરા-દી વાળે તે દીકરા કાઈક ઠેકાણે જ હાય છે. બાકી તેા છેા-પટ કરે તે છેકરા ધરાધર હાય છે. કળિયુગના છેકરાઓ માટે એક કવિએ ખરાખર કહ્યું છે કે— બેટા ઝગડત ખાપસેં કરત ત્રિયાસે નેહ, વારવાર યુ કહે હમ જીદ્દા કર દેહ;
હમ જીદ્દા કર દેહ ધરમે. સીજ સમ મેરી, નહિતા કરેંગે ખ્વાર પતીચા જાયગી તેરી; કહે દીન દરવેશ દેખા કળયુગકા ટેટા, સમા પલટ્યા જાય ખાપસે ઝગડત બેટા. '