________________
અશરણ લાવના.
૫૫ શીખવા જવું પડે તેમ નહેતું-તે વિદ્યામાં તો તે નિપુણ જ હતા, એટલે પિતાના ભાઈ મુરાદને રાજ્યના ભાગની લાલચ આપી તેને અને તેના લશ્કરને પોતાની મદદમાં લઈ પ્રથમ ઉજજન પાસે સુજાની વતી રાઠેડ જશવંતસિંહની સાથે લડાઈ કરી અને બીજી લડાઈ બંગાળામાં સુજાની સાથે કરી સુજાને ઠેકાણે પાડ્યો. ત્યાર પછી ખરા હક્કદાર દારાને યમદાર પહોંચાડી, પિતાને કેદમાં નાંખી. મુરાદની સાથે પણ દગો કરી આપેલ વચનને તોડી પોતે સ્વતંત્ર બાદશાહ થયો. હકકદાર કે ભાગીદાર કોઈને રહેવા દીધા નહિ.
પાંડે અને કૌરવો પણ નજીકના ભાઈઓ થતા હતા, પણ રાજ્યના લોભથી કૌરવોએ (દુર્યોધને) પાંડવોની સાથે છળ પ્રપંચથી જુગાર રમી તેમનું સર્વસ્વ લૂંટી લીધું અને દેશનિકાલની સજા કરી વનવાસે મોકલ્યા અને પછીથી પાંડવોએ કૌરવોને સંહાર કર્યો, ત્યાં ભાઈઓને નેહ કયાં ગયો !
ત્રીજો દાખલો કેણિકના ભાઈ હલ અને વિહલને છે. કેણિકે પિતાના પિતા શ્રેણિક રાજાને કાછપિંજરમાં નાંખ્યા તેથી તેનો ઘણે અપવાદ થયો. તે કારણથી રાજગૃહ નગર છેડી દઈ ચંપાનગરીમાં તેણે રાજ્યગાદી સ્થાપી. તે વખતે તેના ભાઈ હલ અને વિહલ તેની સાથે ચંપાએ આવ્યા હતા. હલ અને વિરલને થેલણ રાણીએ અઢારસો વંકહાર અને શ્રેણિક રાજાએ સિંચાનક હાથી ભેટ તરીકે આપ્યો હતો તેથી રાજ્યના ભાગ પાડતી વખતે કેણિકે બીજા દશ ભાઈઓને રાજ્યને એકેક ભાગ આપ્યો, પણ હલ વિહલને માબાપ તરફથી ઉત્તમ વસ્તુઓ ભેટ મળેલી છે, માટે રાજ્યમાંથી તેમને ભાગ ન આપવાનો નિશ્ચય કર્યો. હલ વિહલ બે ભાઈ સંતેષી હતા, તેથી બે વસ્તુ ઉપર સંતોષ રાખીને તેમણે રાજ્યભાગની દરકાર ન કરી. સિંચાનક હાથી એટલો તો ચાલાક અને રમણીય હતો કે તેની આગળ બીજી સાહેબી તુચ્છ