________________
અશરણ લાવના,
લાયક અધર્મનાં કામો કરતાં જરી પણ પાછું વાળી જોતા નથી. ગરીબ અને વિશ્વાસુ માણસેને વિશ્વાસમાં નાંખી છેતરવા કે લૂંટી લેવાનું ખાસ ધંધે લઈ બેઠા છે, તેવું પાપાચરણું કરી ધન મેળવવાને તેમને ઉદ્દેશ બે પ્રકારને હેઈ શકે. એક તો પિતાને અને પિતાના સંબંધીઓને (ભાઈઓ) નિર્વાહ ચલાવવાનો અને બીજો ઉદ્દેશ પિતાને અને ભાઈઓને નિર્વાહ ચાલી શકે તેટલું ધન હોવા છતાં પિતાને અગર ભાઈઓને શ્રીમંત કહેવડાવવાની તૃષ્ણ તૃપ્ત કરવાને. નિર્વાહ ચલાવવાને કરાતાં પાપકર્મો અને તૃણ તૃપ્ત કરવાને કરાતાં પાપકર્મો એ બંનેથી જે કે આત્મા દંડાય છે, તો પણ પહેલા પ્રકારનાં પાપકર્મો સ્વાર્થદંડ અને બીજા પ્રકારનાં પાપકર્મો અનર્થદંડ તરીકે ગણી શકાય. સ્વાર્થદંડ વ્યવહાર દષ્ટિએ કંઈક અંશે ક્ષેતવ્ય ગણી શકાય પણ અનર્થદંડ તો વ્યવહારૂ દૃષ્ટિએ અને શાસ્ત્રીય દૃષ્ટિએ એ બંને દૃષ્ટિએ અક્ષતવ્યજ ગણુય, કેમકે પહેલા પ્રકારમાં અધમાચરણ કરનારને પણ કંઈક પશ્ચાત્તાપ થાય છે. તે મનમાં એમ સમજે છે કે આ ખરાબ કામ છે, પણ શું કરું કે પેટના માટે કરવું પડે છે. આટલે પશ્ચાત્તાપ થવાથી તેના અધ્યવસાયોમાં કમળતાને કંઈ પણ અંશ રહે છે. બીજા પ્રકારના અનર્થદંડીને તેવો પશ્ચાત્તાપ સંભવે નહિ, કારણ કે તે કંઈ નિર્વાહ માટે ન છૂટકે તેવું કામ કરતો નથી, કિન્તુ તૃષ્ણા અને લોભવૃત્તિથી કામ કરે છે, માટે તે પોતાના આત્માને સખ્ત મુન્હ કરે છે. આ કાવ્યમાં બીજા પ્રકારના મનુષ્યને ઉદ્દેશી કહેવામાં આવ્યું છે કે હે ભદ્ર! તું હારા ભાઈઓને શ્રીમંત બનાવવા કે હારી અને તેમની તૃષ્ણાને ખાડો પૂરવા જે તે ગરીબોના ઉપર છરી ચલાવી રહ્યો છે, કપટ અને વિશ્વાસઘાત જેવાં કામોથી ગરીબેને (ખરી રીતે પોતાના આત્માને) છેતરવાનો ધંધે લઈ બેઠે છે, તે પાપાચરણથી બંધાતાં અશુભ કર્મો તે અવશ્ય ભોગવવાં જ પડશે. તે પણ તારી જાતને જ ભોગવવાં પડશે, તેમાં ભાગ લેવા કે