________________
પર
ભાવના-શતક દબાશે નહિ. હે ભદ્ર! તું એમ માનીશ નહિ કે “મારું કુળ મોટું છે, મારા તાબામાં ઘણું માણસ છે, મારાં સગાંવહાલાં મોટા મોટા છે, મારી પાસે પૈસાનું જોર છે, તે મારે શી ફિકર છે.” જ્યારે મોતની ચોટ લાગશે ત્યારે તારા સગાંવહાલાં બધા દૂર થઈ જશે. તેની આગળ બધું સામર્થ સંકેલાઈ જશે, માટે એક ક્ષણને પણ વિશ્વાસ રાખ્યા વિના અંતને વખતે શરણે રાખે તેવી વસ્તુને શોધ. તારી માની લીધેલી જગતની વસ્તુઓ અને માણસ કોઈ પણ શરમુદાયક નહિ થાય. (૧૨)
___ भ्रातरोप्यशरण्याः । कृत्वा कामं कपटरचनां दीनदीनानिपीड्य । हृत्वा तेषां धनमपि भुवं मोदसे त्वं प्रभूतम् ॥ मत्वा स्वीयान् प्रणयवशतः पुष्यसि भ्रातृवर्गान्कष्टेभ्यस्त्वां नरकगमने मोचयिष्यन्ति किं ते ॥१३॥
ભાઇએ પણ નહિ બચાવી શકે. અર્થ-જે ભાઈઓને પ્રેમને વશ તે પિતાના માની તેઓને રાજી રાખવા કે તેમની મનોકામના પૂર્ણ કરવાને બીજા ગરીબમાં ગરીબ માણસોને કપટ કળાથી છેતરી, દગા ફટકા અને અનીતિથી તે ગરીબ માણસનું ધન લૂંટી, ગરીબેને વધારે ગરીબ બનાવે છે કે પીડે છે, અને તે ધનથી ભ્રાતવર્ગને પોષે છે; પણ જયારે કપટ પ્રપંચ અને પરપીડનના પરિણામ તરીકે તારે નરક જેવી દુર્ગતિમાં જવું પડશે તે વખતે હારા ભાઈઓ શું હને છોડાવી શકશે ? નહિ જ. અન્યાય અને અધર્મનાં ફળો તહને પિતાને જ ભોગવવાં પડશે, તેમાં કોઈ પણ હારા ભાગીદાર નહિ થાય. (૧૩)
વિવેચન-કેટલાક માણસો ધન મેળવવાને માટે ન ઈચ્છવા