________________
૫૪.
ભાવના-રતક.
હને છોડાવવા શું હારા ભાઈઓ ને મદદ કરી શકશે? નરક અને તિર્યંચની ગતિમાં કર્મનો બદલો ભોગવવા જતાં હને તેઓ શું અટકાવી શકશે ? નહિ જ. અરે મૂર્ખ ! તું નિશ્ચય કરી ભાન કે તે બધા સ્વાર્થ સુધી સંબંધ રાખનારા છે. એક ભાઈ બીજા ભાઈને ત્યાંસુધી હાય છે કે જ્યાં સુધી એકને સ્વાર્થ બીજા તરફથી જળવાઈ રહે છે. પણ જ્યારે એક ભાઈની સંતતિ વધવાથી તેનું ખર્ચ વધી જવા માંડે અને તેની પેદાશ કમી હાય, બીજા ભાઈની કમાણી વધારે અને ખર્ચ થાડું હોય ત્યારે કમાઉ ભાઈને પ્રેમ થોડી કમાણી કરનાર ભાઈ ઉપર શું રહી શકશે ? તરત જ તેને એવો વિચાર આવશે કે હવે જૂદા થઈ જઈએ અને ભાગ વહેચી લઈએ. અગર જૂદા નહિ થઈએ તો પોતાની કમાણી ખાનગી રાખવાને તે પ્રયત્ન કરશે, એટલું જ નહિ પણુ કેટલાએક દુષ્ટ બુદ્ધિવાળા ભાઈઓ એટલા બધા સ્વાર્થલંપટ બને છે કે બીજા ભાઈઓ જીવતા હશે તો બાપની મીલ્કતમાંથી ભાગ વહેચી લેશે, માટે કોઈ રીતે તેમને અંત આવી જાય અગર કાવતરૂં કરી તેમને ઠેકાણે પાડી દઈએ તે બાપની મીલ્કતના સ્વતંત્ર માલીક આપણે બનીએ; આ વૃત્તિવાળા ભાઈઓના અનેક દાખલા ઇતિહાસમાં મોજુદ છે.
દષ્ટાંત–ઔરંગઝેબને દાખલો લઈએ. ઈ. સ. ૧૬૫૭ માં જ્યારે શાહજહાં બાદશાહને બિમારી થઈ ત્યારે તેના ચાર પુત્રદારા, ઔરંગઝેબ, મુરાદ અને સુજા જુદા જુદા પ્રાંતોની સુબા. ગિરી ઉપર હતા. ગાદીના વારસાને ખરો હક્ક દારાને હતા, પણ
ઔરંગઝેબના મનમાં રાજ્યસત્તાને તીવ્ર લોભ ઉત્પન્ન થયો. બાપની ગાદીને હક્ક મેળવનાર મારા સિવાય બીજે કઈ પણ ન રહે તેમ કરવું એટલું જ નહિ પણ રાજ્યમાંથી હિસ્સો લેનાર કોઈ પણ ન રહે તેવો બંદોબસ્ત કરવા સુધીને સંકલ્પ તેના મનમાં જાગૃત થ. પિતાની કપટજાળમાં બીજાને ફસાવવા એ વિદ્યા તેને કયાંય